દાહોદના લક્ષ્મી નગરમાં રહીશો ધરણાં ઉપર બેઠા : બોરીંગનું પાણી લાલ આવવાની સમસ્યાને લઈ રજુઆત પણ કરાઈ હતી
દાહોદ તા.૨૭
દાહોદના લક્ષ્મી નગર ખાતે બોરીંગમાં લાલ પાણી આવતાં સ્થાનીકો હવે ન્યાય માટે ધરણા ઉપર બેઠા છે. સંબંધિત તંત્રને રજુઆથ કરવા છતાંય કોઈ કામગીરી કરવામાં ન આવતાં સ્થાનીક રહીશો ધરણા ઉપર બેઠા હોવાનું જાણવા મળી રહ્યું છે.
દાહોદની લક્ષ્મી નગરમાં રહેતાં સ્થાનીકોના બોરીંગના પાણીમાં છેલ્લા કેટલાંય દિવસોથી એકાએક બોરીંગના પાણીમાંથી લાલ પાણી આવવા લાગ્યું હતું અને હાલ પણ લાલ પાણી આવે છે ત્યારે જે તે સમયે સ્થાનીકો દ્વારા ગ્રામ પંચાયત અને નગરપાલિકાને આ મામલે રજુઆત કરી હતી પરંતુ રજુઆત છતાંય કોઈ નક્કર કામગીરી હાથ ધરવામાં ન આવતાં આખરે હારી થાકેલા લક્ષ્મીનગરના સ્થાનીકો આંદોલનના માર્ગે ઉતર્યાં છે. સ્થાનીકો રોષની લાગણી સાથે ધરણાં ઉપર બેસી ગયાં છે. નગર પાલિકા દ્વારા શરૂં કરવામાં આવેલ સ્ટ્રોમ પ્લાન્ટના કારણે બોરીંગમાંથી લાલ પાણી આવતું હોવાનું સોસાયટીના સ્થાનીક રહીશો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યાં છે. બોરીંગના લાલ પાણીનું લેબ ટેસ્ટીંગ કરાવતાં નાઈટ્રેટનું પ્રમાણ વધુ હોવાનું સામે આવ્યું હતું. સ્થાનીકોના જણાવ્યાં અનુસાર, જ્યાર સુધી આ મામલે કોઈ નિરાકરણ નહીં આવે ત્યાર સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

