દાહોદ જિલ્લાના ઝાલોદમાંથી પસાર થતાં લીમડી દાહોદ હાઈવે પર બે કાર સામ સામે ભટકાતાં ચારને ઈજા પહોંચી
દાહોદ તા.૨૭
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાંથી પસાર થતાં લીમડી દાહોદ હાઈવે પર બે ફોર વ્હીલરો સામ સામે અથડાતાં મહિલા સહિત ચાર જણાને ઈજાઓ પહોંચ્યાંનું જાણવા મળે છે.
ગતરોજ ઝાલોદ તાલુકામાંથી પસાર થતાં લીમડી દાહોદ હાઈવે પર બે ફોર વ્હીલર ગાડીઓ સામે સામે ધકાડાભેર અથડાતાં બંન્ને કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. બંન્ને કારમાં સવાર બે મહિલાઓ અને બે પુરૂષો મળી કુલ ૪ વ્યક્તિઓને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં. પોલીસને પણ આ અંગેની જાણ કરવામાં આવતાં સ્થાનીક પોલીસ પણ તાત્કાલિક દોડી ગઈ હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. ઘટનાને પગલે સ્થાનીક પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

