દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના પાચીયાસાલ ગામેથી ગાંધીનગરની સ્ટેટ વિજીલન્સની ટીમે એક મહિન્દ્રા ફોર વ્હીલર ગાડીમાંથી રૂા.૪.૪ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો : ચાર જણા વિરૂધ્ધ ગુનો દાખલ કરાયો
દાહોદ તા.૨૭
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના પાંચીયાસાલ ગામે ગાંધીનગરની સ્ટેટ વીજીલન્સ ટીમને મળેલ બાતમીના આધારે વોચ ગોઠવી ઉભી હતી તે સમયે ત્યાંથી એક મહિન્દ્રા મેક્સ ફોર વ્હીલર ગાડી પસાર થતાં પોલીસને જાેઈ ગાડીનો ચાલક પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી સ્થળ પર મુકી નાસી જતાં પોલીસે ગાડીમાં તલાસી લેતાં તેમાંથી વિદેશી તથા બીયરની કુલ બોટલો નંગ. ૨૮૭ કિંમત રૂા. ૪,૦૦,૪૦૦ના પ્રોહી જથ્થા સાથે ગાડી કબજે કરી કુલ ૪ ઈસમો વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ગત તા.૨૫મી જાન્યુઆરીના રોજ ગાંધીનગરની સ્ટેટ વીજીલન્સની ટીમને મળેલ બાતમીના આધારે દેવગઢ બારીઆ તાલુકાના પાસીયાસાલ ગામે વોચ ગોઠવી ઉભી હતી. આ દરમ્યાન ત્યાંથી એક મહિન્દ્રા મેક્સ ફોર વ્હીલર ગાડી પસાર થઈ હતી. પોલીસને જાેઈ ગાડીનો ચાલક પોતાના કબજાની ગાડી સ્થળ પર મુકી નાસી જતાં પોલીસે ગાડીમાંથી વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ. ૨૮૭ કિંમત રૂા. ૪,૦૦,૪૦૦ના પ્રોહી જથ્થા સાથે ગાડી કિંમત મળી કુલ રૂા. ૯,૦૦,૪૦૦નો મુદ્દામાલ કબજે કર્યાેં હતો. ફરાર ગાડીનો ચાલક, વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર પિન્ટુભાઈ રમેશભાઈ રાઠળા (કોળી), અરવિંદભાઈ ભીખાભાઈ રાઠવા (બંન્ને રહે.મીઠીબોર, તા.જી. છોટાઉદેપુર) અને વિદેશી દારૂનો જથ્થો પુરો પાડનાર ઈન્દુભાઈ રાઠવા (રહે. તા. કઠીવાડા, મધ્યપ્રદેશ) વિરૂધ્ધ ગાંધીનગરની સ્ટેટ વીજીલન્સ ટીમ દ્વારા સાગટાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બોક્સ ઃ-
દાહોદ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહના સમયગાળામાં ગાંધીનગરની સ્ટેટ વીજીલન્સ ટીમ દ્વારા ત્રણ સ્થળોએ રેડ તેમજ છાપો મારવામાં આવ્યાં છે જેમાં દાહોદના ગલાલીયાવાડમાં મસમોટા જુગાર ધામ પર, દેવગઢ બારીઆના પીપલોદ અને પાસીયાસાલ ગામે પ્રોહી રેડ કરી છે. આ તમામ સ્થળોએ સ્થાનીક પોલીસને નજરો રહેમ ચાલતાં ગેરકાયદે પ્રવૃતિઓ પર ગાંધીનગરની સ્ટેટ વીજીલન્સની ટીમના ધામાને પગલે દાહોદ જિલ્લાની પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠવા પામ્યાં છે. તમામ રેડોમાં દાહોદ જિલ્લાની પોલીસ ઉંઘતી ઝઢપાઈ હતી.