દાહોદ એલ.સી.બી. પોલીસનો દેવગઢ બારીઆ તાલુકામાં સપાટો : બામરોલી ગામેથી પોલીસે રૂા. ૧.૧૪ લાખનો વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યાેં


દાહોદ તા.૨૮
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના બામરોલી ગામેથી દાહોદ એલસીબી પોલીસે બે મકાનો ઓચિંતી પ્રોહી રેડ પાડતાં મકાનમાંથી રૂપિયા ૧,૧૪,૫૫૦/- નો પ્રોહી મુદ્દામાલ કબ્જે કર્યાેં છે ત્યારે ફરાર બે મહિલાઓ વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ગતરોજ દાહોદ એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે દેવગઢ બારીઆ તાલુકાના બામરોલી ગામે રહેતાં કાંતાબેન અશોકભાઈ બારીઆ અને શાંતાબેન ધનાભાઈ બારીઆના મકાનમાં ઓચિંતી પ્રોહી રેડ પાડતાં ઉપરોક્ત બંને મહિલાઓ પોલીસને જાેઈ નાસી ગઈ હતી પોલીસે ઉપરોકત બન્ને મહિલાઓના મકાનમાં તલાસી લેતાં બંને મકાનોમાંથી વિદેશી દારૂ તથા બિયરની કુલ બોટલો નંગ ૭૯૦ કિંમત રૂપિયા ૧,૧૪,૫૫૦/- નો પ્રોહી મુદ્દામાલ કબજે કર્યાેં હતો. આ સંબંધે એલસીબી પોલીસે સાગટાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

