દાહોદમાં કોરોનાના કેસોમાં ઘટાડો : ૩૫ કોરોના પોઝીટીવ કેસ
દાહોદ તા.૨૮
દાહોદમાં આજે ૩૫ કોરોના પોઝીટીવ કેસો સામે આવ્યાં છે. દાહોદ જિલ્લામાં કોરોનાના કેસો ઘટી રહ્યાં છે. આ એક રાહતના સમાચાર છે. અગાઉ છેલ્લા એક સપ્તાહથી કોરોનાના કેસોમાં ઘરખમ વધારો નોંધાઈ રહ્યો હતો ત્યારે કોરોનાના કેસો છેલ્લા બે – ત્રણ દિવસથી ઘટતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. આર.ટી.પી.સી.આર. ના ૧૬૪૦ પૈકી ૧૪ અને રેપીટ ટેસ્ટના ૮૯૭ પૈકી ૨૧ મળી કુલ ૩૫ કોરોના પોઝીટીવ કેસો નોંધાવા પામ્યાં છે. દાહોદ અર્બનમાંથી ૦૪, દાહોદ ગ્રામ્યમાંથી ૦૬, ઝાલોદ અર્બનમાંથી ૦૨, ઝાલોદ ગ્રામ્યમાંથી ૦૭, દેવગઢ બારીઆ અર્બનમાંથી ૦૪, દેવગઢ બારીઆ ગ્રામ્યમાંથી ૦૨, લીમખેડામાંથી ૦૩, ગરબાડામાંથી ૦૧, ધાનપુરમાંથી ૦૫ અને સંજેલીમાંથી ૦૧ કેસનો સમાવેશ થાય છે. વધુ ૬૮ દર્દીઓ કોરોનાથી સાજા થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૭૪૩૧ ને પાર થયો છે. એક્ટીવ કેસની સંખ્યા૩૨૧ રહેવા પામી છે. દાહોદમાં કોરોના કેસોમાં સતત ઘટાડો નોંધાંતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. હોસ્પિટલમાં અને હોમ ક્વોરેન્ટાઈન રહી લોકો કોરોનાની સારવાર લઈ રહ્યાં છે. કોરોનાથી સાજા થતાં દર્દીઓની સંખ્યામાં પણ વધારો જાેવા મળી રહ્યો છે.

