દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ઉંડાર ગામે પશુને કાપી માંસ સગેવગે કરતાં ચાર જણા વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ
દાહોદ તા.૨૯
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ઉંડાર ગામે ચારથી પાંચ જેટલા ઈસમો ગાયને કાપી તેના માંસને સગેવગે કરતાં હોવાની પોલીસને બાતમી મળતાં પોલીસે ઓચિંતી રેડ કરતાં સ્થળ પરથી ૧૨૦ કિલો પશુનું ગ્રામ માંસ મળી આવતાં આ માંસ ગાયનું છે કે, નહીં તેના સેમ્પલ તપાસ માટે મોકલી આપી ઈસમો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ગત તા.૨૮મી જાન્યુઆરીના રોજ ધાનપુર તાલુકાના ઉંડાર ગામે મીનામા ફળિયામાં ગાયને કાપી તેનું માંસ સગેવગે કરતાં હોવાની પોલીસને બાતમી મળતાં પોલીસે ઓચિંતો છાપો મારતાં સ્થળ પરથી પોલીસે પશુનું ૧૨૦ કિલો ગ્રામ માંસ કિંમત રૂા.૧૨,૦૦૦, હથિયારો, વાસણો વિગેરે મળી કુલ રૂા. ૧૮,૫૦૦નો મુદ્દામાલ કબજે લઈ દીપાભાઈ તેરૂભાઈ મીનામા (રહે. ઉંડાર, મીનામા ફળિયું, તા.ધાનપુર, જિ.દાહોદ), સરતનભાઈ પરથીભાઈ વાખળા, કાળીયાભાઈ સુનીયાભાઈ મીનામા, દીતીયાભાઈ ગણા (રહે. ધનારપાટીયા, તા.ધાનપુર, જિ.દાહોદ) વિગેરે સામે ધાનપુર પોલીસે પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.