દાહોદ જિલ્લાના પાંચીયાસાલ ગામેથી પોલીસે રૂા.૧.૪૯ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે મોટરસાઈકલ કબજે કરી : મોટરસાઈકલનો ચાલક ફરાર
દાહોદ તા.૨૯
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના પાંચીયાસાળ ગામે જંગલ વિસ્તારમાંથી એક મોટરસાઈકલનો ચાલક પેતાના અન્ય એક સાથીદાર સાથે વિદેશી દારૂની હેરાફેરી કરતો હતો. પોલીસે તેનો પીછો કરતાં મોટરસાઈકલનો ચાલકનો સ્થળ પર મોટરસાઈકલ તેમજ વિદેશી દારૂનો જથ્થો સ્થળ પર મુકી નાસી જતાં પોલીસે સ્થળ પરથી મોટરસાઈકલ કબજે લઈ રૂા. ૧,૪૯,૭૬૦નો પ્રોહી જથ્થો કબજે કર્યાંનું જાણવા મળે છે.
ગત તા.૨૮મી જાન્યુઆરીના રોજ મધ્યપ્રદેશના અલીરાજપુર ખાતે રહેતો ઈન્દુભાઈ પુનીયાભાઈ તોમર અને તેની સાથે અન્ય એક ઈસમ મળી બંન્ને જણા મોટરસાઈકલ પર વિદેશી દારૂની હેરાફેરી કરતાં હતાં. વિદેશી દારૂનો જથ્થો લઈ બંન્ને જણા પાંચીયાસાળ ગામેથી જંગલ વિસ્તાર તરફથી પસાર થઈ રહ્યાં હતાં. આ દરમ્યાન પોલીસને મળેલ બાતમીના આધારે તેઓની પીછો કરતાં પોલીસને જાેઈ બંન્ને જણા પોતાના કબજાની મોટરસાઈકલ સ્થળ પર મુકી નાસી જતાં પોલીસે મોટરસાઈકલ પાસેથી કંતાનના થેલામાં ભરી રાખેલ વિદેશી દારૂની બોટલો નંગ. ૧૧૫૨ કિંમત રૂા. ૧,૪૯,૭૬૦ તથા મોટરસાઈકલની કિંમત મળી કુલ રૂા. ૧,૮૯,૭૬૦નો મુદ્દામાલ કબજે લઈ ઉપરોક્ત બંન્ને ફરાર ઈસમો વિરૂધ્ધ સાગટાળા પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

