દાહોદ એસ.ઓ.જી. પોલીસે કઠલા ગામેથી એક ઈસમ પાસેથી વગર પાસ પરમીટની બિનઅધિકૃત બંદુ તેમજ કાર્ટીસ સાથે ઝડપી પાડ્યો
દાહોદ તા.૩૦
દાહોદ તા.૩૦
દાહોદ તાલુકાના કઠલા ગામેથી દાહોદ એસ.ઓ.જી. પોલસની મળેલ બાતમીના આધારે એક ઈસમની અટકાયત કરી તેની પાસેથી વગર પાસ પરમીટે બિનઅધિકૃત લોખંડની સીંગલ બેરલ બાર બોરની બંદુક તેમજ જીવતાં કારતુષ મળી કુલ રૂા. ૨૦,૭૦૦નો મુદ્દામાલ કબજે કરી જેલના સળીયા પાછળ ધકેલી દીધાંનું જાણવા મળે છે.
ગત તા. ૨૯મી જાન્યુઆરીના રોજ દાહોદ એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમીના આધારે કઠલા ગામે છાયણ ફળિયામાં રહેતો કાજુભાઈ શુક્રમભાઈ ડામોરના ઘરે ઓચિંતો છાપો માર્યાે હતો અને કાજુભાઈને ઝડપી પાડ્યો હતો તેના ઘરની તલાસી લેતાં તેમાથી વગર પાસ પરમીટે બિનઅધિકૃત રીતે પોતે પોતાના ઉપયોગ માટે કે, કોઈને વેચવા અથવા તબદીલ કરવા પોતે પોતાના ઘરમાં લોખંડની સીંગલ બેરલ બારબોર બંદુકની કિંમત રૂા. ૨૦,૦૦૦ તથા બાર બોરના જીવતાં કાર્ટીશ નંગ. ૦૭ કિંમત રૂા. ૭૦૦ વિગેરે મળી કુલ રૂા. ૨૦,૭૦૦નો મુદ્દામાલ કબજે કરી આ સંબંધે કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

