દાહોદમાં ૩૩ કોરોના પોઝીટીવ કેસ નોંધાંયાં ઃ ૩૯ દર્દીઓ કોરોનાથી સાજા થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી
દાહોદ તા.૩૧
દાહોદમાં વધુ ૩૩ કોરોના પોઝીટીવ કેસો નોંધાંયાં છે. ધીમે ધીમે દાહોદમાં કોરોનાના કેસોમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે. રાહતના સમાચાર છે. આજે એક સાથે ૩૯ દર્દીઓ કોરોનાથી સાજા થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. કોરોનાથી સાજા થતાં દર્દીઓની સંખ્યામાં વધારો જાેવા મળી રહ્યો છે.
આર.ટી.પી.સી.આર. ના ૧૦૬૬ પૈકી ૧૨ અને રેપીટ ટેસ્ટના ૮૮૬ પૈકી ૨૧ મળી આજે કુલ ૩૩ કોરોના પોઝીટીવ કેસો નોંધાંયાં હતાં. દાહોદ અર્બનમાંથી ૦૫, દાહોદ ગ્રામ્યમાંથી ૦૩, ઝાલોદ અર્બનમાંથી ૦૧, ઝાલોદ ગ્રામ્યમાંથી ૦૭, દેવગઢ બારીઆ અર્બનમાંથી ૦૩, દેવગઢ બારીઆ ગ્રામ્યમાંથી ૦૨, લીમખેડામાંથી ૦૨, સીંગવડમાંથી ૦૨, ગરબાડામાંથી ૦૨, ધાનપુરમાંથી ૦૨, ફતેપુરામાંથી ૦૨ અને સંજેલીમાંથી ૦૨ કેસનો સમાવેશ થાય છે. દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૮૧૯૫ને પાર થવા પામ્યો છે. દાહોદમાં એક્ટીવ કેસોની કુલ સંખ્યા ૨૫૭ને પાર થવા પામી છે.

