લીમખેડાના પ્રતાપપુરા ગામે અજાણી યુવતીનું રેલ્વે પાટા ઉપર પડતુ મુકી કપાઈ જતા મોત
દાહોદ, તા.૩૧
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પ્રતાપપુરા ગામે કોલીયારી ફળીયામાં પાર્કીંગની સામે રેલ્વે ટ્રેક ઉપર અજાણી યુવતીનું મોત નિપજ્યુ હોવાનું જાણવા મળી રહ્યું છે.
મળતી પ્રાપ્ત વિગતો અનુસાર ગત રોજ રાત્રીના સમયે અગમ્ય કારણોસર કોઈ અજાણી યુવતી ઉંમર વ.ર૦ રેલ્વેના પાટા ઉપર આવી જતા યુવતીને મોઢાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ. જાણવા મળ્યા અનુસાર યુવતીએ શરીરે લાલ કલરનું સ્વેટર તથા ગુલાબી કલરનો ટોપ પહેરેલ હતો. જ્યારે બાંધણી કલર જેવી ઓઢણી બાજુમાં પડેલ હતી, યુવતી રેલ્વે ટ્રેક નીચે આવી કપાઈ જતા હોવાના સમાચાર વાયુ વેગે પંથકમાં ફેલાતા ઘટના સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ સ્થાનીક પોલીસ તેમજ રેલ્વે પોલીસને થતા અધિકારીઓ તાત્કાલીક દોડી આવ્યા હતા અને અજાણી યુવતીનો લાશનો કબ્જાે લઈ નજીકના દવાખાને પોસ્ટમોર્ટમ અર્થે રવાના કરવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસે યુવતીની ઓળખ છતી કરવા માટે તેના વાલી વારસ તેમજ સગાસંબંધીઓની તપાસ હાથ ધરી છે.

