ધંધુકામાં કિશન ભરવાડની હત્યાની ઘટનાના વિરોધમાં લીમખેડામાં હિન્દુ સંગઠનો અને માલધારી સમાજ દ્વારા નાયબ કલેક્ટરને આવેદન પત્ર સુપ્રત

લીમખેડા તા.૦૧
ધંધુકામાં વિધર્મીઓ દ્વારા કિશન ભરવાડની હત્યાની ઘટનાના વિરોધમાં હિન્દુ સંગઠન અને માલધારી સમાજે આજે સવારે નાયબ કલેકટરને આવેદન પત્ર આપી આરોપીઓને કડકમાં કડક સજા થાય તેથી માંગ કરી હતી. ધંધુકામાં તાજેતરમા ધાર્મિક પોસ્ટ મુકવાના મામલે કિશન ભરવાડ નામના યુવાનની વિધર્મીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી જેને લઇને રાજ્યભરમાં આક્રોસ ફેલાયો છે અને ઠેર ઠેર હિન્દુ સંગઠનો દ્વારા આવેદન પત્રો આપી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે જેને લઇને લીમખેડામાં પણ આજે હિન્દુ સંગઠન તેમજ માલધારી સમાજ દ્વારા આરોપીઓને ફાંસીની સજાની માંગ સાથે લીમખેડા નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં માલધારી સમાજના અગ્રણી અર્જુન ભરવાડ, રાકેશ ભરવાડ, કલ્પેશ ,ભરવાડ, પ્રવીણ ભરવાડ, લક્ષ્મણ ભાઈ ભરવાડ, વિકાસ ઠાકોર, રાકેશ બારીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: