ધંધુકામાં કિશન ભરવાડની હત્યા બાદ પોલીસ તંત્ર એલર્ટ દાહોદમાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી
દાહોદ તા.૦૧
ધંધુકામાં થયેલ કિશન ભરવાડના હત્યા બાદ પોલીસ એલર્ટ બની છે ત્યારે દાહોદમાં પણ ટાઉન પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક બોલાવી લોકોની ધાર્મિક લાગણી ન દુભાય તે માટે સોશીયલ મીડીયામાં કોઈ પોસ્ટ ન મુકવા તેમજ શાંતી બનાવી રાખવા અપીલ કરી છે.
સમગ્ર ગુજરાત રાજ્યમાં ધુંધકામાં થયેલ કિશન ભરવાડની હત્યાના ઉચ્ચસ્તરીય પડઘાં પડી રહ્યાં છે. ઠેર ઠેર સમાજના લોકો સંલગ્ન તંત્રને આવેદનપત્ર આપી રજુઆતો કરી રહી છે ત્યારે બીજી તરફ ગુજરાત પોલીસ પણ એલર્ટ બની ગઈ છે. પોલીસે સોશીયલ મીડીયાના માધ્યમથી લોકોને શાંતી બનાવી રાખવાની અપીલ કરવામાં આવી રહી છે. દાહોદ શહેર પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી જેમાં તમામ કોમના લોકોની ધાર્મિક લાગણીઓ ન દુભાય તેવી પોસ્ટ સોશીયલ મીડીયામાં ન મુકવા તેમજ જિલ્લામાં શાંતિ ન ડોહળાય તે માટે પોલીસ સોશીયલ મીડીયમાં સતત વોચ રાખી રહી છે.