દાહોદ એપીએમસીની વાઈસ ચેરમેનની ચુંટણીમાં કૈલાશચંદ્ર ખંડેલવાલ બીન હરીફ ચુંટાઈ આવ્યાં
દાહોદ તા.૦૨
દાહોદ એપીએમસી ખાતે આજરોજ વાઈસ ચેરમેનની ચુંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કૈલાશભાઈ ખંડેલવાલ વાઈસ ચેરમેન તરીકે બીન હરીફ ચુંટાઈ આવ્યાં હતાં.
દાહોદ એપીએમસીની ચેરમેનની ચુંટણી પહેલાથી થઈ ગઈ હતી ત્યારે આજરોજ વાઈસ ચેરમેન પદ માટેની ચુંટણીનું યોજાઈ હતી. દાહોદ એપીએમસીમાં વર્ષાેથી એવી પરંપરા રહી આવી છે કે, ચેરમેન ખેડુત પેનલમાંથી અને વાઈસ ચેરમેન વેપારી પેનલમાંથી બને છે ત્યારે આજરોજ વાઈસ ચેરમેનના પદ માટે કુલ ત્રણ નામો ચર્ચામાં હતાં જેમાં ભારતીય જનતા પાર્ટીના કૈલાશ ખંડેલવાલનું નામ પણ સામેલ હતું. સર્વાનુમતે કૈલાશભાઈ ખંડેલવાલને મેન્ડેડ આપતાં કૈલાશભાઈ ખંડેલવાલ વાઈસ ચેરમેન તરીકે બીન હરીફ સર્વાનુમતે વરણી થઈ હતી. સતત બીજીવાર કૈલાશ ખંડેલવાલ વાઈસ ચેરમેન પદે ચુંટાયાં હતાં. બીજી તરફ કોંગ્રેસના કોઈ પણ ઉમેદવાર મેદાનમાં ન હોવાનું સામે આવ્યું હતું. કૈલાશભાઈ ખંડેલવાલને સૌ કોઈ વધાવી લીધાં હતાં અને ફુલહાર પહેરાવી અને એકબીજાનું મોં મીઠુ કરી તેઓને શુભેચ્છા પાઠવી હતી. ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સહિત કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. કોંગ્રેસના હોદ્દેદારોએ પણ વાઈસ ચેરમેન પદે ચુંટાઈ આવેલા કૈલાશભાઈ ખંડેલવાલને શુભેચ્છા પાઠવી હતી.