દાહોદ જિલ્લામાંથી બે જુદી જુદી જગ્યાએથી બે સગીરાઓનું અપહરમ
દાહોદ તા.૦૨
દાહોદ જિલ્લામાંથી બે જુદી જુદી જગ્યાએથી બે સગીરાઓને લગ્નની લાલચ આપી, પત્નિ તરીકે રાખવા સારૂં બનેલા બે અપહરણના બનાવોમાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.
સગીરાના અપહરણનો પ્રથમ બનાવ સીંગવડ તાલુકાના હુમડપુર ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૨મી જાન્યુઆરીના રોજ સીંગવડ તાલુકાના વણઝારીયા ગામે રહેતો અર્જુનભાઈ નટુભાઈ ચૌહાણે સીંગવડ તાલુકામાં રહેતી એક ૧૭ વર્ષીય સગીરાને પ્રેમના પાઠ ભણાવી, લગ્નની લાલચ આપી, પત્નિ તરીકે રાખવા સારૂં અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે સગીરાના પિતા દ્વારા રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સગીરાના અપહરણનો બીજાે બનાવ ઝાલોદ તાલુકાના ખાખરીયા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા. ૦૭મી જાન્યુઆરીના રોજ રાજસ્થાનના બાંસવાડા ખાતેગાગડતલાઈ તાલુકામાં રહેતો સંજયભાઈ રાજુભાઈ બારીયાએ ઝાલોદ તાલુકામાં રહેતી એક ૧૭ વર્ષીય સગીરાને પ્રેમના પાઠ ભણાવી, લગ્નની લાલચ આપી પત્નિ તરીકે રાખવા સારૂં અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે સગીરાના પિતા દ્વારા ચાકલીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

