દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના વાલાગોટા ગામે ખેતર ફરતે તારની વાડમાં ઈલેક્ટ્રીક કરંટ મુકતાં એક વ્યક્તિ તેને અડીં જતાં કરંટ લાગતાં મોત નીપજ્યું
દાહોદ તા.૦૩
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના વાલાગોટા ગામે એક ઈસમે પોતાના ખેતરની ફરતે તારની વાડમાં ઈલેક્ટ્રીક કરંટ મુકી દેતાં એક યુવક આ કરંટ વાળા તારને અકસ્માતે અડી જતાં તેનું મોત નીપજતાં પોલીસમાં ફરિયાદ નોંધાવવા પામી છે.
વાલાગોટા ગામે રહેતો બળવંતભાઈ બાધરભાઈ બારીયાએ પોતાના મકાઈના ખેતરની ફરતે બનાવેલ તારની વાડમાં ઈલેક્ટ્રીક કરંટ મુકી કોઈ જાનવર અથવા માણસનું મોત નીપજશે તેવુ જાણતો હોવા છતાં પણ મકાઈના વાડા ફરતે ઈલેક્ટ્રીક કરંટ મુકી દેતાં ગત તા. ૩૦મી જાન્યુઆરીના રોજ વાલાગોટા ગામે રહેતાં ગીરવતભાઈ કનુભાઈ બારીયાનો નાનો ભાઈ આ કરંટ વાળી વાડને અડી જતાં તેમનું મોત નીપજ્યું હતું.
આ સંબંધે ગીરવતભાઈ કનુભાઈ બારીયાએ બળવંતભાઈ બાધરભાઈ બારીયા વિરૂધ્ધ રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.