દાહોદ જિલ્લાના રૂવાબારી ગામે છોકડી ભગાડી લઈ જતાં છોકરીને સોંપી દેવાના મામલે થયેલ ઝઘડામાં એક દંપતિને ફટકાર્યું
દાહોદ તા.૦૩
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના રૂવાબારી ગામે ભગાડીને લઈ ગયેલ છોકરી સોંપી દેવા મામલે એક દંપતિને ગડદાપાટ્ટુનો તેમજ કુહાડીની મુદર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપી ભારે ધિંગાણુ મચાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.
ગત તા.૨૩મી ડિસેમ્બરના રોજ રૂવાબારી ગામે મુવાડા વચલા ફળિયામાં રહેતાં નંદાબેન રાજેશભાઈ પટેલ તથા તેમના પતિ રાજેશભાઈએ પોતાના ગામમાં રહેતાં ગોપસીંગભાઈ મથુરભાઈ પટેલને કહેલ કે, તમારા ભાઈ નટુને ફોન કરો અને તેનો સાળો છોકરી લઈ ગયેલ છે તે પાછી અપાવી દેવા જણાવો, તેમ કહેતાં ગોપસીંગભાઈ એકદમ ઉશ્કેરાઈ જઈ કહેલ કે, તારે શું વાંધો છે અને તું શું કામ ફોન કરવાનું કહે છે, તેમ કહી બેફામ ગાળા બોલતાં રાજશભાઈએ ગાળો બોલવાની ના પાડતાં ગોપસીંગભાઈએ નંદાબેન અને તેમના પતિ રાજેશભાઈ સાથે ઝપાઝપી કરી ગડદાપાટ્ટુનો માર મારી કુહાડીની મુદર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવી મારી નાંખવાની ધમકી આપતાં આ સંબંધે ઈજાગ્રસ્ત નંદાબેન રાજેશબાઈ પટેલે દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.