દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પ્રતાપપુરા ગામે પતિ તથા સાસરીયાઓના ત્રાસથી વાજ આવેલ પરણિતાએ ટ્રેન નીચે પડતું મુકી આત્મહત્યા કરી
દાહોદ તા.૦૩
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પ્રતાપપુરા ગામે થોડા દિવસો અગાઉ એક પરણિત યુવતી રેલ્વે લાઈન પર કપાઈ ગઈ હતી અને મોતને ભેટી હતી. આ મામલે યુવતીના પિતા દ્વારા પોતાના જમાઈ સહિત યુવતીના સાસરી પક્ષના ૩ વ્યક્તિઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યાં અનુસાર, પરણિત યુવતીને પતિ તથા તેના સાસરીયાઓ દ્વારા ડાકણ હોવાનો ખોટો શક વહેમ રાખી શારિરીક અને માનસીક ત્રાસ આપતાં ત્રાસથી કંટાઈ જઈ પરણિત યુવતીએ ટ્રેન નીચે પડતું મુકી આપઘાત કર્યાેં હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું.
ગત તા.૨૯મી જાન્યુઆરીના રોજ દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ ગામે રહેતી ૨૨ વર્ષીય પરણિતા હંસાબેન વિપુલભાઈ પટેલે પ્રતાપપુરા ગામેથી પસાર થતાં રેલ્વે ટ્રેક ઉપર કોઈ ટ્રેનની નીચે આવી આત્મહત્યા કરી લીધી હતી. સમગ્ર મામલે મૃતક હંસાબેનના પિતા પ્રભાતભાઈ વાલાભાઈ સતોળ (રહે. અંતેલા, સતોળ ફળિયા, તા.દેવગઢ બારીઆ, જિ.દાહોદ) દ્વારા પોતાના જમાઈ વિપુલભાઈ શનાભાઈ પટેલ, વેવાઈ શનાભાઈ વાલાભાઈ પટેલ અને રંગલીબેન શનાભાઈ પટેલ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં જણાવ્યું હતું કે, પોતાની દિકરી હંસાબેનને તેના પતિ તથા સાસુ સસરા દ્વારા, તું ડાકણ છે, અમારા ઘરના પ્રદિપને ખાઈ ગઈ છે, તેમ કહી અવાર નવાર હંસાબેનને શારિરીક અને માનસીક ત્રાસ આપતાં હતાં. આવા અમાનુષી ત્રાસથી વાજ આવેલ પરણિતા હંસાબેને ટ્રેન નીચે કપાઈ આત્મહત્યા કરી લીધી હતી.
સમગ્ર મામલે લીમખેડા પોલીસે ઉપરોક્ત મૃતક હંસાબેનને પતિ, સાસુ અને સસરા વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.