દાહોદ એલસીબી પોલીસને મળેલ સફળતા : ચોરીના રેલવે લાઇનના પાટા તેમજ સલીપાટનો કુલ રૂપિયા 6,74,760/- ના મુદ્દામાલ સાથે ચાર જણાને ઝડપી પાડયા

દાહોદ તા.5

દાહોદ જિલ્લામાં રેલવે લાઇનના જુના પાટા તેમજ સલીપાટ અને ચોરીના ગુન્હામાં સંડોવાયેલા ચાર આરોપીઓને પોલીસે ઝડપી પાડી તેઓની પાસેથી કુલ રૂપિયા 6,74,760/- ના ચોરીના પાટા તેમજ સલીપાટ દાહોદ એલસીબી પોલીસે ઝડપી પાડયાં જાણવા મળે છે.

દાહોદ એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે દાહોદ પરેલ મેડિકલ કોલોનીમાં રહેતો દિપક ઉર્ફે ગોલુ મોહનભાઈ બિલવાલ અને રતનભાઇ દલસિંગભાઈ મેડાએ અગાઉ થોડા સમય પહેલાં રેલવેના પાટાઓની ચોરી કરેલ હોવાનું દાહોદ એલસીબી પોલીસને જાણવા મળતાં પોલીસે ટેકનિકલ સોર્સ તેમજ સીસીટીવી કેમેરાના આધારે ઈસમોની તપાસ કરી આરપીએફ ઇન્સ્પેકટર તથા આરપીએફના માણસો ને સાથે રાખી વ્યૂહાત્મક રીતે આયોજન બંધ વોચ ગોઠવી ઉપરોક્ત બંને ઇસમોને ઝડપી પાડયા હતા અને તેઓની સઘન પૂછપરછ કરતાં જણાવ્યું હતું કે આજથી દોઢેક માસ અગાઉ દાહોદ પરેલ મેડિકલ કોલોની નજીકમાં આજુબાજુ રેલવેના લોખંડના સલીપાટ તેમજ પાટાઓની ચોરી કરવાનું નક્કી કરી આરોપીઓએ ભેગા મળી રાત્રિના સમયે મહિન્દ્રા ટ્રેક્ટર ના ટોળામાં રેલવેના લોખંડના સલીપાટ આશરે 14 થી 15 જેટલા ભરી ચોરી કરેલ તેમજ આજથી એકાદ માસ અગાઉ તેઓએ પોતાના સાગરિતો સાથે ભેગા મળી દાહોદ રેલવે સ્ટેશનના પાછળના ભાગે ફોરેસ્ટના ઘાસ ગોડાઉનની નજીકમાં રાત્રિના સમયમાં રેલવેના લોખંડના પાટા આશરે નંગ.9 ટ્રેક્ટરમાં ભરી ચોરી કરી સહઆરોપીઓની ભંગારની દુકાનમાં વેચી નાખ્યા હતા તેમજ ત્યાર બાદ આજથી પાંચેક દિવસ અગાઉ તેઓએ પોતાના સાગરિતો સાથે મળી દિવસના સમયે ખાન નદી નજીક દરગાહની બાજુમાં રેલવે ટ્રેકની નજીકમાં મૂકી રાખેલ રેલવેના લોખંડના પાટાઓ જોઈ આવી રાત્રિના સમયે એક્સિસ ગાડીથી રેકી કરી સહઆરોપીઓએ ટ્રેક્ટર લઇ આવતા તે ટ્રેક્ટરના ટોલામાં આશરે ૭, ૮ ફૂટ લંબાઇના પાંચ પાટાઓ ભરી ચોરી કરી સહઆરોપીઓની ભંગારની દુકાનમાં વેચી નાંખ્યા હોવાની કબૂલાત કરી હતી.

દાહોદ એલસીબી પોલીસે સમગ્ર મામલે ચાર ઈસમોની અટકાયત કરી હતી જેમાં દિપક ઉર્ફે ગોલુ મોહનભાઈ બિલવાલ, રતનભાઇ દલસિંગભાઈ મેડા, કનુભાઈ ઠાકોર અને શુભમ મુકેશકુમાર મહંત ચારે જણા ની પોલીસે અટકાયત કરી તેઓની પાસેથી કુલ રૂપિયા 6,74,760/- ચોરીના પાટા તેમજ સલીપાટ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. સમગ્ર મામલે પોલીસે આ ઘટનામાં અન્ય આરોપીઓના પણ ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: