ઝાલોદની લીમડી પોલીસને મળેલ સફળતાં : દાહોદ જિલ્લાની ઝાલોદ તાલુકાની લીમડી પોલીસે પ્રોહીના ગુન્હાનો નાસતો ફરતો આરોપીને ઝડપી પાડ્યો
વાક્શક્તિ, દાહોદ તા.૦૬
છેલ્લા દોઢ વર્ષથી દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી અને મહીસાગર જિલ્લાના લુણાવાડા પોલીસ સ્ટેશનના પ્રોહીના ગુન્હાઓમાં નાસતો ફરતો આરોપીને લીમડી પોલીસે ઝડપી પાડ્યાંનું જાણવા મળે છે.
દાહોદ જિલ્લા પોલીસવડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લા પોલીસ નાસતા ફરતાં આરોપીઓને ઝડપી પાડવાની કામગીરી હાથ ધરી રહી છે ત્યારે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી પોલીસને મળેલ બાતમીના આધારે ગતરોજ લીમડી નગરમાં પેટ્રોલીંગમાં હતાં તે સમયે લીમડી અને લુણાવાડા પોલીસ સ્ટેશનના પ્રોહીનો આરોપી લીમડી આવ્યો હોવાની લીમડી પોલીસને બાતમી મળતાં લીમડી પોલીસે લીમડી નગરમાં વોચ ગોઠવી હતી ત્યારે ત્યાંથી રમેશભાઈ સુરતાનભાઈ અમલીયાર (રહે. સાંપોઈ, મંદિર ફળિયા, તા. ઝાલોદ, જિ.દાહોદ) નો લીમડી નગરમાંથી પસાર થતાં લીમડી પોલીસે તેને દબોચી લીધો હતો. લીમડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.