મોકડ્રીલનું સફળ આયોજન : દાહોદ નગર સેવા સદનના ફાયર વિભાગના સૌજન્યથી ફાયર ફાઈટર, ફાયર રેશ્ક્યું અને ઝાયડસ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં મોકડ્રીલ કાર્યક્રમનું આયોજન
દાહોદ તા.૦૭
દાહોદ શહેરમાં આવેલ ઝાયડસ હોસ્પિટલમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હોસ્પિટલમાં આકસ્મીક આગની ઘટના બને ત્યારે દર્દીઓને સહી સલામત કંઈ રીતે બચાવવા તે માટેની ટ્રેનીંગ, સમજ અને માર્ગદર્શન પુરૂં પાડવામાં આવ્યું હતું. દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં આજરોજ દાહોદ નગર સેવા સદનના ફાયર વિભાગના સૌજન્યથી ફાયર ફાઈટર અને ફાયર રેશ્ક્યું અને ઝાયડસ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે મોકડ્રીલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રીલમાં હોસ્પિટલમાં આગ લાગે ત્યારે દર્દીઓનું સ્થાળાંતર કેવી રીતે કરવું તે માટે સમજ અને માર્ગદર્શન સ્ટાફને આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દાહોદ ઝાયડસ હોસ્પિટલના સી.ઈ.ઓ.ડો.સંજયકુમાર, મેડીકલ સુપરિટેન્ડ ડો.ભરત હઠીલા, જનરલ મેનેજર પ્રકાશ પટેલ, ઝાયડસ હોસ્પિટલના ફાયર એજીક્યુટિવ ઓફિસર- વિજય સેનવા તથા દાહોદ નગર સેવા સદનના ફાયર વિભાગના ઓફિસર દીપેશભાઈ વિગેરે ઉપસ્થિત રહ્યાં હતાં. મોકડ્રીલના પગલે એકક્ષણે હોસ્પિટલના દર્દીઓ સહિત સ્ટાફમાં આશ્ચર્ય સાથે ફફડાટ ફેલાયો હતો પરંતુ મોકડ્રીલ હોવાનું જાણવા મળતાં તમામે હાશકારો અનુભવ્યો હતો.

