ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજીત બિનસચિવાલય કલાર્ક અને સચિવાલયના ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ – ૩ ની સ્પર્ધાત્મક પરીક્ષા


દાહોદ તા. ૭

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજીત બિનસચિવાલય કલાર્ક અને સચિવાલયના ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ -૩ ની સ્પર્ધાત્મક પરીક્ષા દાહોદ જિલ્લાના આંઠ તાલુકાના ૯૦ પરીક્ષા કેન્દ્રો ખાતે આગામી તા. ૧૩ ફેબ્રુઆરી, રવિવારે યોજાશે. આ પરીક્ષામાં ૩૧ હજારથી વધુ પરીક્ષાર્થીઓ ભાગ લેશે.
કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ આ સંદર્ભે પરીક્ષાર્થીઓને ખાસ જણાવ્યું છે કે, તેઓ પરીક્ષા સ્થળે નિયત સમયે પહોંચી જાય. કોઇ પણ ઉમેદવારને બપોરના ૧૨ વાગ્યા પછી કોઇ પણ સંજોગોમાં પ્રવેશ આપવામાં આવશે નહી. ઉમેદવારોને પરીક્ષાના નિયત સમય પહેલા એટલે કે, ૧૧ વાગે પરીક્ષાખંડમાં પ્રવેશ આપવામાં આવશે.
આ અંગે ગાંધીનગર ખાતેથી યોજાયેલી આજે વિડિયો કોન્ફરન્સમાં કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી, નિવાસી અધિક કલેક્ટર શ્રી એ.બી. પાંડોર, નાયબ પોલીસ અધિક્ષકશ્રી પરેશ સોલંકી, જિલ્લા શિક્ષણાધિકારી સુશ્રી કાજલ દવે, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મયુર પારેખ સહિતના અધિકારીઓ સહભાગી થયા હતા.
૦૦૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: