દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મોટાનટવા ગામે ૯ વર્ષીય બાળકનો પગ લપસતાં નદીમાં પડી જતાં મોત નીપજ્યું
દાહોદ તા.8
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મોટાનટવા ગામે ૧ ૯ વર્ષીય બાળક નો પગ લપસતા નદીના પાણીમાં ડુબી જતાં બાળકનું મોત નિપજયાનું જાણવા મળે છે.
ગતરોજ ફતેપુરા તાલુકાના મોટાનટવા ગામે ધામણીયા ફળિયામાં રહેતા નવ વર્ષીય લવભાઈ નગાભાઈ ડોડીયાર ગામમાં આવેલ નદીના કિનારે કુદરતી હાજત માટે ગયો હતો અને નદીના પાણીના કિનારા ઉપર આવેલા પથ્થર ઉપર બેસી પાણી લેવા બેસતા તેવામાં તેનો પગ લપસ્યો હતો અને જોતજોતામાં નદીના પાણીમાં ડૂબી ગયો હતો જેને પગલે તેનું મોત નીપજયું હતું ઘટનાને પગલે પરિવારજનો તેમજ ઘટનાની જાણ પોલીસને કરાતા લોકટોળા સ્થળ પર ઊમટી પડ્યા હતા અને મૃતક બાળકને નદીમાંથી બહાર કાઢી નજીકના દવાખાને પોસ્ટ મોર્ટમ અર્થે રવાના કરવામાં આવ્યો હતો છે.