દાહોદમાં કોરોનાના ઘટતાં કેસો : દાહોદમાં કોરોના ૧૭ પોઝીટીવ કેસ : જિલ્લાના તત્કાલિન ઈન્ચાર્જ સીડીએચઓ ત્રીજી વખત કોરોના પોઝીટીવ
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૯
દાહોદમાં આજે કોરોના માત્ર ૧૭ કેસો નોંધાવા પામ્યાં છે. દાહોદમાં કોરોના સંક્રમણના કેસોમાં સતત ઘટાડો જાેવા મળી રહ્યો છે જે એક રાહતના સમાચાર પણ છે. દાહોદ શહેર સહિત જિલ્લામાં આજે માત્ર એકલ દોકલ કેસો સામે આવ્યાં છે બીજી તરફ દાહોદ જિલ્લાના તત્કાલીન ઇન્ચાર્જ સીડીએચઓ અને જિલ્લા રક્તપિત્ત અધિકારી ત્રીજી વખત કોરોનાથી સંક્રમિત થયાં છે.
આર.ટી.પી.સી.આર.ના ૧૮૭૩ પૈકી ૦૮ અને રેપીટ ટેસ્ટના ૯૨૫ પૈકી ૦૯ કેસો મળી આજે કુલ ૧૮ કોરોનાના પોઝીટીવ દર્દીઓનો સમાવેશ થયો છે જેમાં દાહોદ અર્બનમાંથી ૦૨, દાહોદ ગ્રામ્યમાંથી ૦૩, ઝાલોદ ગ્રામ્યમાંથી ૦૩, દેવગઢ બારીઆ ગ્રામ્યમાંથી ૦૩, સીંગવડમાંથી ૦૧, ગરબાડામાંથી ૦૧, ધાનપુરમાંથી ૦૧ અને સંજેલીમાંથી ૦૪ કેસનો સમાવેશ થાય છે. આજે એકસાથે ૩૦ દર્દીઓ કોરોનાથી સાજા થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૮૩૭૯ને પાર થઈ ગયો છે જ્યારે એક્ટીવ કેસની સંખ્યા ૧૨૪ રહેવા પામી છે. દાહોદ જિલ્લા રક્તપિત્ત અધિકારી ડો.આર.ડી.પહાડીયા કોરોનાની પ્રથમ અને બીજી લહેર વેળાએ જિલ્લામાં ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે નિયુક્ત થયેલા હતા.કોરોનાનો પ્રથમ કેસ તેમના કાર્યકાળ દરમિયાન જ મળી આવ્યો હતો અને ત્યાર બાદ કોરોનાએ દાહોદ શહેર તથા જિલ્લામાં કેર વર્તાવ્યો હતો.બીજી લહેરમાં તો જિલ્લાના દવાખાના ઉભરાઇ ગયા હતા ત્યારે જિલ્લાનુ વહીવટી અને આરોગ્ય તંત્ર કપરી પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવામાંથી રહ્યું હતું.