Post Views:
277
દેવગઢબારિયા સબજેલમાં કાચા કામના કેદીને રાત્રિના તબિયત લથડતા સારવાર અર્થે ખસેડાયો જયા હાજર તબીબે કેદીને મૃત જાહેર કરતા પોલીસે તપાસ હાથ ધરી
પ્રાપ્ત માહિતી મુજબ દેવગઢ બારીયા તાલુકા ના પીપલોદ પોલીસ મથકે ગત બે માસ અગાઉ સાલીયા ગામના કરોધ ફળિયામાં રહેતા ગણપતભાઇ સરતન ભાઈ બારીયા ના ખેતર માંથી મોટા પાયે ગાંજાનું વાવેતર કરેલુ ઝડપાઈ ગયેલ અને તેની વિરુદ્ધ નાર્કોટિક્સ એક્ટ મુજબનો નો ગુનો નોંધાતા પોલીસે તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી જેમાં ગણપતભાઇ સરતન ભાઈ બારીયા ને આ ગુનામાં જામીન ન મળતાં દેવગઢબારિયા સબજેલ ખાતે કાચા કામના કેદી તરીકે બેરેક નંબર ૩ ના રૂમ નંબર ૮માં અન્ય તેર કેદીઓ સાથે રાખવામાં આવ્યા હતા ત્યારે ગત રાત્રીના બે વાગ્યાના અરસામાં ગણપત બારીયા ની ગભરામણ થતા સ્થાનિક જેલ ઉપર ફરજ બજાવતા જેલ ગાર્ડ ની પોલીસને આ બાબતે અન્ય કેદીઓ દ્વારા જાણ કરતા પોલીસ દ્વારા ઇન્ચાર્જ જેલરને આ અંગે જાણ કરતા જેલર દ્વારા 108 મારફતે ગણપત સર્જન બારીયા ને સારવાર અર્થે દેવગઢબારિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના હાજર તબીબે આ ગણપત બારીયા ને મૃત જાહેર કરતા આ બનાવની જાણ દેવગઢ બારીયા પોલીસ મથકે કરવામાં આવતા લીમખેડા ડી વાય એસપી સહિતનો કાફલો દેવગઢ બારીયા સબ જેલ તેમજ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો ત્યારે આ ગણપત બારીયા ના મૃત્યુ ને લઇ તેના પરિવારજનોને પણ જાણ કરતાં તેઓ પણ દેવગઢબારિયા હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા પોલીસે આ અંગે હાલ લાશનું પંચનામું કરી લાશને પી.એમ અર્થે વડોદરા ખાતે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે ત્યારે આ કાચા કામના કેદી ગણપતભાઈ બારિયા નું મોત ગભરામણ થવાના કારણે થયું કે પછી અન્ય કોઇ બીમારીના કારણે જે પી એમ થયા પછી તેના રીપોર્ટ આવ્યે સાચી હકીકત બહાર આવે તેમ છે.