સુખસર કુવામાથી મૃતદેહ મળી આવ્યો : અજાણ્યાં શખ્સનો મૃતદેહ કુવામાથી મળતા સમગ્ર પંથકમા ચકચાર મચી જવા પામ્યો
દાહોદ તા.૧૦
ફતેપુરા તાલુકા ના સુખસર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આફવા રોડ ઉપર થી કુવા મા પડેલી મૃત હાલતમાં અજાણ્યા ઈસમ ની લાસ મળી આવી હતી.
આ અંગે પોલીસ સૂત્રો પાસે થી મળતી માહિતી મુજબ સુખસર ગામ ના આફવા રોડ ઉપર આવેલા કુવા મા થી અજાણ્યાં ઈસમ ની આશરે ત્રીસ વર્ષીય શખ્સ નો મૃતદેહ મળી હતો. આ ઘટના ની જાણ સુખસર પોલીસ ને થતાં સુખસર પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી.
મૃતદેહ ને પોલીસ કુવા મા પડેલી લાશ કાઢી હતી. અને મૃતક શખ્સે આત્મ હત્યા કરી છે કે કેમ ? કે કુવા મા પડી જવાથી મૃત્યુ થયું છે વગેરે દિશા મા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.