દાહોદ શહેરમાં ૬૬ વર્ષીય વૃધ્ધે બીમારીથી કંટાળી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતાં ચકચાર મચી
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૦
દાહોદ શહેરમાં એક ૬૬ વર્ષીય માનસીક બીમારીથી પીડીત વૃધ્ધે પોતાની બીમારીથી કંટાળી જઈ ટોયલેટની બારીના સળીયા ઉપર દોરીથી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી જવા પામી છે.
દાહોદ શહેરમાં ગોધરા રોડ ખાતે આવેલ પંચરત્ન સોસાયટીમાં રહેતાં ૬૬ વર્ષીય સ્ટેનીસલાઉસ જાેસેફ મેકવાનને મગજની બિમારી હોય જેથી લાંબા સમયથી દવા ચાલતી હતી. મગજની બીમારીના કારણે કંટાઈ જઈ સ્ટેનીસલાઉસે ગત તા.૦૯મી ફેબ્રુઆરીના રોજ પોતાના ઘરમાં સવારના ૦૭ થી બપોરના ૦૩ વાગ્યાના આસપાસ ટોયલેટમી બારીના સળીયા ઉપર દોરીથી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
આ સંબંધે મૃતકના ભાઈ ઈગનેશબાઈ જાેસેફભાઈ મેકવાન દ્વારા દાહોદ શહેર પોલીસ મથકે ઘટનાની જાણ કરતાં પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

