દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મીરાખેડી ગામે એક ફોર વ્હીલર ગાડીના ચાલકે એક મોટરસાઈકલને અડફેટમાં લેતાં બેના મોત નીપજ્યાં

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૧૨

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મીરાખેડી ગામે એક ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ફોર વ્હીલર પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે ત્યાંથી એક મોટરસાઈકલ પર પસાર થઈ રહેલ બે વ્યક્તિઓને અડફેટમાં લેતાં બંન્ને જણાને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં એકનું ઘટના સ્થળ પર મોત નીપજ્યાંનું જ્યારે એકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યાંનું જાણવા મળે છે.

ગત તા. ૧૦મી ફેબ્રુઆરીના રોજ એક ફોર વ્હીલર ગાડીનો ચાલક પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી મીરાખેડી ગામેથી પસાર થઈ રહ્યો હતો તે સમયે ઝાલોદ તાલુકાના મીરાખેડી ગામે હનુમાન ફળિયામાં રહેતાં રતનભાઈ તોફાનભાઈ ડાંગી અને તેમની સાથે લાલસીંગભાઈ નરસીંગભાઈ ડાંગી બંન્ને જણાની મોટરસાઈકલને ફોર વ્હીલર ગાડીના ચાલકે જાેશભેર ટક્કર મારી અડપેટમાં લેતાં બંન્ને જણા મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતાં જેને પગલે બંન્ને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં રતનભાઈનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું જ્યારે લાલસીંગભાઈને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવતાં તેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.

આ સંબંધે મીરાખેડી ગામે હનુમાન ફળિયા ખાતે રહેતાં દિનેશભાઈ વાલસીંગભાઈ ડાંગી દ્વારા લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: