શહેરમાં આવેલ સુપ્રસિધ્ધ કપડાનો મોલ શંકર સિલેક્શનમાં ગતરોજ

દાહોદ તા.૨૯

દાહોદ શહેરમાં આવેલ સુપ્રસિધ્ધ કપડાનો મોલ શંકર સિલેક્શનમાં ગતરોજ મધ્યરાત્રીએ ચાર જેટલા તસ્કરોએ હાથફેરો કર્યાે હતો. આ તસ્કરો પાંચમા માળના ધાબાની બારી તોડી પ્રવેશ કર્યાે હતો અને શો - રૂમના ગલ્લામાંથી અંદાજે રોકડા રૂપીયા ૮૦ હજાર  થી ૧ લાખ અને કપડા લત્તા વિગેરે મળી લાખ્ખોની ચોરી કરી અંધારાનો લાભ લઈ નાસી જતા આ ઘટનાની વાયુવેગે નગરજનોને થતાં ચકચાર મચી જવા પામ્યો હતો. પોલિસ પણ ઘટના સ્થળે સવારથી જ પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી રહી છે ત્યારે સતત ચોવીસે કલાક ધમધમતો અને રહેણાંક વિસ્તારમાં આવેલ આ કપડાના મોલમાં ચોરીની ઘટનાથી પોલિસ માટે આ તપાસ પડકાર રૂપ સમાન છે જાણે તસ્કરો ખુલ્લેઆમ પોલિસને ચેલેન્જર કરતી હોય તેવી આ ઘટના છે. સીસીટીવી ફુટેજમાં ચાર તસ્કરોએ નજરે પડી રહ્યા છે જેમાં બે ચોરના ચહેરાઓ સીસીટીવી ફુટેજમાં ચોખ્ખા નજરે પડે છે ત્યારે આ કેસ પોલિસ કેવી રીતે અને કેટલા સમયમાં ઉકેલી શકશે તે હવે જાવાનું રહ્યુ.

દાહોદ શહેર સહિત જિલ્લામાં દિન પ્રતિદિન ચોરીઓની ઘટનામાં ઘરખમ વધારો નોંધાવા પામ્યો છે. હાલ તો તસ્કરો પોતાના મનસુબામાં અને કરતુતોમાં અગ્રસર રહ્યા છે અને આસાનીથી ચોરીને અંજામ આપી પોલિસની નજરોથી બચી જતાં હોય છે ત્યારે દાહોદ શહેરમાં ચોવીસે કલાક ધમધમતો રસ્તો એવો સ્ટેશન રોડ વિસ્તાર ખાતે દર્પણ સિનેમા રોડ ખાતે આવેલ કપડાનો સુપ્રસિધ્ધ મોલ એવા શંકર સિલેક્શનમાં ગતરોજ મધ્યરાત્રીના કોઈપણ સમયે તસ્કરોએ આ કપડાના શો - રૂમને નિશાન બનાવ્યો હતો. જાણવા મળ્યા પ્રમાણે શો - રૂમના પાંચમા માળના ધાબા પરથી તસ્કરોએ બારી તોડી મોલમાં પ્રવેશ કર્યાે હતો. મોલના ગલ્લામાંથી અંદાજે ૮૦ હજાર થી ૧ લાખની રોકડની તેમજ કપડા લત્તા મળી અંદાજે લાખ્ખોની ચોરી થઈ હોવાનુ પ્રતિત થઈ રહ્યુ છે. હાલ પોલિસ સ્થળ પર પહોંચી ગઈ છે અને તપાસનો દોર ધમધમતો કર્યાે છે. સીસીટીવી ફુટેજની પણ ચકાસણી કરતાં ચાર જેટલા ચોરો સીસીટીવી ફુટેજમાં નજરે પડી રહ્યા છે જેમાં બે  ચોરોના ચહેરા ચોખ્ખા નજરે પડી રહ્યા અને આ ચોરો ખુલ્લેઆમ અને બિંદાસ્ત ફરતા પણ જાવાયા હતા. આ ચોરીની ઘટનાની વાયુવેગે સમાચાર નગરમાં ફેલાતા નગજનોમાં આશ્ચર્ય સાથે ચકચાર નો માહોલ પણ જાવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!