દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના માતવા ગામેથી પોલીસે એક રહેણાંક મકાનમાંથી રૂા. ૪.૨૦ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.13
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના માતવા ગામેથી પોલીસે એક રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો કુલ રૂપિયા 4,20,000નો પ્રોહીબીશન જથ્થો કબજે કરી ફરાર બુટલેગર ઇસમના ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
ગત તારીખ 12મી ફેબ્રુઆરીના રોજ જેસાવાડા પોલીસને મળેલ બાતમીના આધારે માતવા ગામે પટેલ ફળિયામાં રહેતો સવસિંગભાઈ ભારતાભાઈ ડામોરના રહેણાંક મકાનમાં ઓચિંતી પ્રોહીબીશન રેડ પાડતાં પોલીસને જોઇ સવસિંગભાઈ નાસી ગયો હતો. પોલીસે તેના રહેણાંક મકાનની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની બોટલો નંગ. 1680 જેની કુલ કિંમત રૂપિયા 4,20,000નો પ્રોહીબીશન જથ્થો કબજે કરી લીમખેડા જેસાવાડા પોલીસે ફરાર સવસિંગભાઈ ભારતાભાઈ ડામોર વિરુદ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.