દાહોદ તાલુકાના ટીમરડા ગામે એક યુવકે એક મહિલાના ઘરમાં ઘુસી જઈ એક યુવતી સાથે બળજબરીપુર્વ દુષ્કર્મ આચરી ઘરના માણસોને માર મારી એક પીકઅપ ગાડીની લુંટ કરી ફરાર થઈ જતાં પંથકમાં ચકચાર મચી

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.13

દાહોદ તાલુકાના ટીમરડા ગામે એક યુવક દ્વારા એક વ્યક્તિના ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી એક યુવતી સાથે દુષ્કર્મ આચર્યા બાદ ઘરમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડી એક પીકપ ગાડીની લૂંટ ચલાવી પરિવારજનોને ધાક – ધમકી તેમજ માર મારી જાતિ અપમાનીત કરતા પોલીસમાં ફરીયાદ નોંધાવા પામી છે.

ગત તારીખ ૨૭મીના રોજ દાહોદ તાલુકાના ટીમરડા ગામએ અનાસ ટીમરડા બસ સ્ટેન્ડની બાજુમાં રહેતો અર્જુનભાઈ ફતિયાભાઈ ખાસરીયા પોતાના ગામમાં રહેતા સસીબેન રસુલભાઇ ભુરીયાના ઘરે આવ્યો હતો અને તેમના ઘરમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી એક યુવતી સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યુ હતું અને ત્યારબાદ અર્જુનભાઈ દ્વારા ઘરમાં સરસામાનની તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું અને ત્યારબાદ સસીબેનની બોલેરો પીકપ ગાડીની લૂંટ કરી પરિવારજનોને મારી નાખવાની ધમકી આપી ગડદાપાટુનો માર માર્યો હતો અને જાતિ વિષયક અપમાનજનક શબ્દો બોલી ભારે ધિંગાણું મચાવતા આ સંબંધે સસીબેન રસુલભાઇ ભુરીયા દ્વારા કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરાર અર્જુનભાઈ ફતિયાભાઈ ખાસરીયા વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!