ઝાલોદ તાલુકાના છાયણ ગામે પોલીસનો સપાટો ઃ એક ફોર વ્હીલર અને એક મોટરસાઈકલ સાથે રૂા.૮૧ હજારના વિદેશી દારૂના જથ્થા સાથે બે બાળક કિશોરોને પોલીસે ઝડપી પાડ્યાં :
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૪
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના છાયણ ગામેથી પોલીસે એક ફોર વ્હીલર અને બે મોટરસાયકલ સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ બે બાળ કિશોરો પાસેથી પોલીસે કુલ રૂપિયા ૮૧,૭૮૦/- નો વિદેશી દારૂ તેમજ બિયરનો જથ્થો ઝડપી પાડી ફરાર એક ઈસમ વિરૂધ્ધ પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ગત તારીખ ૧૩મી ફેબ્રુઆરીના રોજ ચાકલીયા પોલીસ છાયણ ગામે નાકાબંધી કરી આવતાં જતાં વાહનોની તલાસી હાથ ધરી રહી હતી તે સમયે ત્યાંથી એક ફોર વીલર ગાડી પસાર થઈ હતી. પોલીસે તેને ઉભો રાખવા માટે ઈશારો કરતા ફોરવીલરમાં સવાર ગાડીનો ચાલક કેશુભાઈ સવસીગભાઈ બારીયા (રહે.સાબલી પંચાયત ફળિયું, ઝાલોદ, તાલુકો ઝાલોદ, જિલ્લો દાહોદ) નો પોલીસને જાેઈ પોતાના કબજાની ફોરવિલ ગાડી સ્થળ પર મુકી નાસી ગયો હતો અને તે સમયે ફોર વીલર ગાડી પાર્કિંગ કરી રહેલ એક મોટરસાયકલ પર સવાર બે બાળ કિશોરોને પોલીસે ઝડપી પાડી ફોરવીલર ગાડીની પોલીસે તલાશી લેતા તેમાંથી વિદેશી દારુ તેમજ બિયરની કુલ બોટલોના નંગ. ૭૧૭ કિંમત રૂપિયા ૮૧,૭૮૦/- ના પ્રોહીબીશન સાથે કાયદાના સંઘર્ષમાં સંઘર્ષમાં આવેલ બે બાળક કિશોરોની પોલીસે અટકાયત કરી ચકલીયા પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.