દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ ગામે એસ.ઓ.જી. પોલીસનો સપાટો : પોલીસે રૂપીયા ૨૬.૫૮ લાખના ગેરકાયદે ગાંજાના લીલા છોડ તેમજ સુકો ગાંજાે ઝડપી પાડ્યો
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૭
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ ગામે એક ઈસમના ખેતરમાં ગેરકાયદેસર રીતે વાવેતર કરેલ લીલા ગાંજાના છોડો નંગ. ૧૯૨ કિંમત રૂા. ૨૫,૫૬,૧૦૦, સુકો ગાંજાે ૧૦ કિલો ૨૦૦ ગ્રામ કિંમત રૂા. ૧,૦૨,૦૦૦ એમ કુલ મળી દાહોદ એસ.ઓ.જી. પોલીસે કુલ રૂા.૨૬,૫૮,૧૦૦ના ગાંજાના જથ્થા સાથે ખેતરના માલિકની અટકાયત કરી તપાસ હાથ ધરી છે. દાહોદ જિલ્લો ગાંજાનું વાવેતર કરવામાં એપી સેન્ટર સમાન બની રહ્યું છે. તાજેતરમાં દાહોદ જિલ્લાના સીંગવડ, દેવગઢ બારીઆ, લીમખેડા વિગેરે જેવા તાલુકાઓમાં ગેરકાયદેસર ગાંજાનું વાવેતર કરતાં ખેતર માલિકોની અટકાયત કરી કરોડો અને લાખ્ખો રૂપીયાના ગેરકાયદે ગાંજાના છોડ ઝડપી પાડવામાં આવ્યાં હતાં ત્યારે વધુ એક ગાંજાનું વાવેતર કરતું ખેતર સાથે ખેતર માલિકની અટકાયત કરવામાં આવી છે જેમાં દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ ગામે માલગુણ ફળિયામાં રહેતાં મંગાભાઈ ઉર્ફે મંગળભાઈ ઉર્ફે મગનભાઈ પટેલે પોતાના ખેતરમાં ગેરકાયદેસર રીતે વાવેતર કરેલ ઉછેરેલ લીલા ગાંજાના છોડ નંગ. ૧૯૨ જેનું કુલ વજન ૨૫૫ કિલો ૬૧૦ ગ્રામ કિંમત રૂા. ૨૫,૫૬,૧૦૦ તથા સુકો ગાંજાે વજન ૧૦ કિલો ૨૦૦ ગ્રામ કિંમત રૂા. ૧,૦૨,૦૦૦ એમ કુલ મળી રૂા. ૨૬,૫૮,૧૦૦નો ગાંજાના જથ્થા સાથે ખેતરના માલિક મંગાભાઈને દાહોદ એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડી આ સંબંધે દાહોદ એસ.ઓ.જી. પોલીસે પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

