ગણપતિજીના આગમનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે…
દાહોદ તા.૩૦
ગણપતિજીના આગમનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે દાહોદ શહેરના ગણેશ મંડળો દ્વારા ગણેશજીની પ્રતિમાના આગમનને લઈને ઉત્સાહ અને ઉમંગ જાવા મળી રહ્યો છે. શહેરના ગણેશ મંડળો દ્વારા અવનવી ગણેશજીની મુર્તિઓ શહેરમાં નાચગાન, ડી.જે.ના તાલે આગમન કરવામાં આવી રહ્યુ છે. પહેલા વિસર્જન ટાણે ધામધુમથી વિસર્જન વેળાએ નાચગાન તેમજ ડી.જે.ના તાલે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવતુ હતુ હવે તો આગમન વેળાએ પણ દાહોદ શહેરના ગણેશ મંડળો દ્વારા આજ પ્રકારે ખર્ચ કરી પ્રતિમાને લાવવામાં આવી રહી છે. શહેરમાં હાલ ઠેર ઠેર ગણેશજીની પ્રતિમાનું આગમન થઈ ચુક્યુ છે ત્યારે હવે ગણેશ ભક્તો દ્વારા ૧૦ દિવસના મહેમાન એવા ગણેશના આતિથ્યમાં લાગી જવા આતુરતાની રાહ જાવા રહી છે.
દાહોદ શહેરના ગણેશ મંડળો દ્વારા હાલ ગણેશજીની પ્રતિમાનું શહેરમાં વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવી રહ્યુ છે. ડી.જે.ના તાલે ગણેશની પ્રતિમાને શહેરમાં લાવવામાં આવી રહી છે. પહેલા વિસર્જન ટાણે મંડળો દ્વારા ખર્ચ કરવામાં આવતો હતો પરંતુ હવે આગમન વેળાએ પણ આવો ક્રેઝ જાવા મળી રહ્યો છે. ગણેશના આતિથ્યમાં કોઈપણ પ્રકારની કમી ના રહે તે માટે ગણેશ મંડળોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે અને ગણેશ મહોત્સવને રંગેચંગે ઉજવવા થનગની રહ્યા છે. ગણેશ મંડળો દ્વારા આ વખતે આકર્ષક તેમજ અદ્ભુત ઝાંખીઓ બનાવવામાં આવી રહી હોવાનુ પણ જાણવા મળ્યુ છે ત્યારે આ ૧૦ દિવસનું આતિથ્ય માણનાર ગણેશજીની પુજા અર્ચનામાં કોઈ પ્રકારની કમી ના રહે તેની પણ ગણેશ ભક્તો દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.