જય હિન્દ કામદાર યુનિયન એટલે કે, વન વિભાગમાં ફરજ બજાવતાં કામદારો ચોકીદારો, માળીઓ પોતાના પગાર સંબંધી પ્રશ્નો મામલે ધરણા ઉપર બેઠા
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૮
જય હિન્દ કામદાર યુનિયન એટલે કે, વન વિભાગમાં ફરજ બજાવતાં કામદારો ચોકીદારો, માળીઓ દ્વારા આજરોજ પોતાના પગાર સંબંધી પ્રશ્નો મામલે દાહોદ ડી.એફ.ઓ. સહિત ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી દાહોદ ડી.એફ.ઓ. કચેરી બહાર ધરણા ઉપર બેસી જઈ સુત્રોચ્ચાર પોકાર્યાં હતાં.
જય હિન્દ કામદાર યુનિયન દ્વારા દાહોદ ડી.એફ.ઓ.ને આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યાં અનુસાર, વન વિભાગના તાબા હેઠળની કચેરીમાં આવેલ ગાંગરડા ગામના વૃક્ષોના પ્લોટ તથા બોરીયાલા ગામે આવેલ વૃક્ષોના પ્લોટ દેવધા થી ગરબાડા સુધીના રોડ સાઈડના વૃક્ષો સાહડા મુકામની નર્સરી નળવાઈ વૃક્ષોના પ્લોટ તેમજ ચંદલા વૃક્ષોના પ્લોટ તેમજ અભલોડ ગામના વૃક્ષોના પ્લોટ વિગેરે ગામના ચોકીદારો તેમજ માળીઓને સરકારએ નક્કી કરેલા કાયદેસરના લઘુત્તમ વેતન ધારા મુજબનો પગાર આપતાં નથી તે ગેરકાયદે અને ગેરવ્યાજબી કુદરતી ન્યાયના સિધ્ધાંતો વિરૂધ્ધ હોઈ તારીખ ૦૧.૦૧.૦૧૯ થી તારીખ ૩૧.૦૧.૨૦૨૨ સુધીનો કાયદેસરનોપગાર તફાવત સાથે ચુકવવા રજુઆત કરી હતી અને દાહોદ ડી.એફ.ઓ. કચેરી ખાતે ધરણા ઉપર ઉતરી ગયાં હતાં.