દાહોદ જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ : જિલ્લામાં થઇ રહેલા વિવિધ વિકાસકાર્યોની સમીક્ષા કરતા કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી
દાહોદ તા.૧૯
જિલ્લા સેવા સદન ખાતે આજે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં જિલ્લા ફરીયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. બેઠકમાં ધારાસભ્યશ્રીઓના પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ લાવવામાં આવ્યું હતું તેમજ અધિકારીશ્રીઓને એકબીજાના સંકલનમાં રહીને વિકાસકાર્યોને ઝડપથી પ્રજા સુધી પહોંચતા કરવા કલેક્ટરશ્રીએ સૂચન કર્યું હતું.
આજે યોજાયેલી બેઠકમાં ધારાસભ્ય શ્રી વજેસિંગભાઇ પણદા દ્વારા પ્રજાના વિવિધ પ્રશ્નો બાબતે રજૂઆત કરવામાં આવી હતી. જેમાં લોકોના આરોગ્ય સુખાકારી માટેના પ્રશ્નો, વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ, સ્માર્ટસીટી અંતર્ગત થઇ રહેલી કામગીરી, સુઝલામ સુફલામ યોજના અંતર્ગતની કામગીરી, વીજળી, રસ્તા તેમજ પાણી જેવી બાબતોએ રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત ધારાસભ્ય સુશ્રી ચંદ્વિકાબેન બારીઆ દ્વારા પણ નાગરિકોને પાયાની સુવિધાઓ બાબતે રજૂઆત કરાઇ હતી.
કલેક્ટર શ્રી ગોસાવીએ સંકલનના અમલીકરણ અધિકારીઓને ધારાસભ્યશ્રીઓના દરેક પ્રશ્નોનોનું ઝડપથી નિરાકરણ આવે તથા પ્રજાના પ્રશ્નોના હકારાત્મક નિરાકરણ માટે જરૂરી સૂચનાઓ આપી હતી.
બેઠકમાં મહત્વાકાંક્ષી જિલ્લા તરીકે દાહોદમાં થઇ રહેલી કામગીરી, સ્માર્ટ સીટી હેઠળના કામો, કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ, વેક્સિનેશનની કામગીરી, તેમજ જિલ્લાના મહત્વના વિકાસ કાર્યોની કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ સમીક્ષા કરી હતી અને વિવિધ વિભાગો વચ્ચે સંકલન સાથે કામગીરી થાય તે માટે સૂચના આપી આપી હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારી, નિવાસી અધિક કલેક્ટર શ્રી એ.બી. પાંડોર સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.