દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ખારવા ગામે બે ઈકો ફોર વ્હીલર ગાડી સામસામે ધડાકાભેર અથડાતાં બંન્ને ચાલકોની ગંભીર ઈજાઓ પહોંચી
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૧
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ખારવા ગામે હાઈવે રોડ પર બે ઈકો ફોર વ્હીલર ગાડી સામસામે ધડાકાભેર અથડાતાં બંન્ને ચાલતોને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે.
આજરોજ વહેલી સવારના સમયે ગરબાડા તાલુકાના ખારવા ગામેથી પસાર થતો હાઈવે રોડ ખાતે બે ઈકો ફોર વ્હીલર ગાડી સામસામે આવી જતાં ધડાકાભેર સર્જાયેલ માર્ગ અકસ્માતમાં બંન્ને ગાડીના ચાલકોને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. બંન્ને વાહનોની કચ્ચરઘાણ વળી ગયાં હતાં. જાણવા મળ્યાં અનુસાર, બંન્ને ગાડીના ચાલકોના ગંભીર રીતે પગ ફેક્ચર થઈ ગયાં હતાં. પોલીસ તેમજ સ્થાનીકોની મદદથી ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલંશ સેવા મારફતે બંન્ને ઈજાગ્રસ્ત ચાલકોને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે.