લીમખેડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્ધારા મોટી બાંડીબાર જિલ્લા પંચાયત સિટમાં વિધાનસભાની ચૂંટણી લગતી મિટિંગ રાખવામાં આવી
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૧
આજે તા.20/2/2022 નારોજ રવિવાર, 131- લીમખેડા વિધાનસભાની ચૂંટણી લગતી મિટિંગ રાખવામાં આવી અને સભ્ય નોંધણી ઝુંબેશ હાથ ધરવામાં આવી અને લીમખેડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્ધારા મોટી બાંડીબાર જિલ્લા પંચાયત સિટ માં આવેલ તાલુકા પંચાયત સિટો,બુથ પ્રમુખ /પેજ પ્રમુખ /અને સભ્ય નોંધણી બાબતે સંયોજકો /સહ સંયોજકો/કન્વિનરો અને સહ કન્વિનરો તેમજ તાલુકા પંચાયત ના સભ્યો અને તાલુકા જિલ્લા પંચાયત ની ચુટણી લડેલ ઉમેદવારો ની ડિજીટલ મેમ્બરશિપ બનાવવાની મીટીંગ રાખવા માં આવી જેમાં દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ ના આદરણીય પ્રમુખ શ્રી હર્ષદભાઇ નિનામા, લીમખેડા વિધાન સભાનાં નીરીક્ષક આસિફભાઈ સૈયદ, લીમખેડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પર્વતભાઈ રાઠવા, લીમખેડા વિધાનસભાના ઇન્ચાર્જ ભરતભાઈ વહોનીયા, પુર્વ પ્રમુખ રૂપાભાઈ, લીમખેડા યુથ કોંગ્રેસના પ્રમુખ જીજ્ઞેશ નિસરતા, મોટી બાંડીબાર જિલ્લા પંચાયત સીટ નાં ઈનચાર્જ ફતેસિંહ ભાઈ અને
રાહુલભાઈ, ખાસ ઉપસ્થિત રહી ૨૦૨૨ ની વિધાનસભાની ચુંટણી લીમખેડા કોંગ્રેસ સમિતિએ તમામ સંયોજકો .સહ સંયોજકો.અને કન્વિનરો તેમજ સહ કન્વિનરો.તાલુકા જિલ્લા સભ્ય અને ઉમેદવારો ને લીમખેડા તાલુકા ના તમામ બુથો માં ઘરે ઘરે જઇ લોક સંપર્ક કરી ભાજપ ની બેધારી નિતિ થી મતદારો ને જાગૃત કરિ છેલ્લા ૨૭ વર્ષ ની વાત સાથે કારોના કાળમાં જે મુશ્કેલીઓ આપણે વેઠી છે તે દિવસો યાદ કરી ભાજપ થી નાગરિકો ને મુક્તિ અપાવી ગુજરાત રાજ્ય માં કોંગ્રેસ ની સરકાર બને તે માટે ફરિથી લીમખેડા વિધાનસભા માં જંગી બહુમતી થી કોંગ્રેસ પક્ષ માં ગુજરાત ની જનતા ના વિકાસ માં મદદરૂપ થવા આહવાન કરયુ હતુ.જે કાર્યક્રમ અંતર્ગત અને જિલ્લા પંચાયત સિટના સભ્ય સહિત મોટી બાંડીબાર જિલ્લા સિટમાં સામેલ તમામ ચાર તાલુકા પંચાયત સિટના સંયોજકો સહ સંયોજકો .કનવિનરો અને સહ કનવિનરો ઉપસ્થિત રહયા હતા.