દાહોદ તાલુકાના કઠલા ગામે હાઈવે રોડ પર ગેસ ભરેલ ટેન્કર પલ્ટી ખાધું : સદ્નસીબે કોઈ જાનહાની નહીં
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૨
દાહોદ તાલુકાના કઠલા ગામે હાઈવે રોડ પર એક ગેસ ભરેલ ટેન્કર અકસ્માતે પલ્ટી ખાઈ જતાં વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો ફાયર બ્રિગેડના લાશ્કરો તેમજ પાણીના બંબા સાથે પહોંચી ગયાં હતાં પરંતુ સદ્નસીબે કોઈ મોટી જાનહાની ન થતાં સૌ કોઈ રાહતનો શ્વાસ લીધો હતો.
દાહોદ તાલુકાના કઠલા ગામે આજરોજ હાઈવે રોડ પરથી એક ગેસ ભરેલ ટેન્કર પસાર થઈ રહ્યું હતું. અકસ્માતે જાેત જાેતામાં ગેસ ભરે ટેન્કર હાઈવે રસ્તાની વચ્ચો વચ્ચ પલ્ટી ખાઈ ગયું હતું. જાણવા મળ્યાં અનુસાર, ગેસ ભરેલ ટેન્કરના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો હોવાથી અકસ્માત સર્જાયો હતો. ટેન્કર પલ્ટી ખાઈ જતાં હાઈવે રસ્તા પરથી પસાર થતાં લોકો તેમજ આસપાસના રહીશોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ કાફલો તેમજ ફાયર બ્રિગેડના લાશ્કરો પાણીના બંબા સાથે ઘટના સ્થળ પર પહોંચી ગયાં હતાં. ઘટનાને પગલે કલાકો સુધી રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી. સદ્નસીબે આ માર્ગ અકસ્માતમાં કોઈ મોટી જાનહાની ન થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.