ઝાલૉદ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ દ્વારા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું સમ્માન કરવામાં આવ્યું
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૨૪
ગરીબોના બેલી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ની પ્રેરણા થી સુશાસનના સંકલ્પ સાથે… જનકલ્યાણ ના સેવા યજ્ઞ માટે….
સમર્પિત સતત કાર્યશીલ ગુજરાત સરકાર દ્વારા ગરીબી નિવારણ કાર્યક્રમ અંતર્ગત “ગરીબ કલ્યાણ મેળો” કાર્યક્રમ માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો, ગરીબ કલ્યાણ મેળામાં પધારનાર ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ સાહેબનું સ્વાગત કરતા આજ રોજ દાહોદ ખાતે ગરીબ કલ્યાણ મેળામાં ભારતીય જનતા પાર્ટી ઝાલૉદ શહેર દ્વારા ગુજરાત ના લૉકલાડીલા મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ સાહેબ ને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા તથા સાલ ઑડાવી સ્વાગત કરવા મા આવ્યુ , તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ શ્રી દ્વારા પણ સમ્માન કરવામાં આવ્યું.