ઝાલોદ નગરમાં ભવ્ય ભાગવત કથાનું આયોજન
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૨૪
ઝાલોદ નગર ધાર્મિક નગર તરીકે એક આગવું સ્થાન ધરાવે છે, અહીંના ધર્મ પ્રિય લોકો દ્વારા વિવિધ જાતના ધાર્મિક આયોજન કરવામાં આવે છે ઝાલોદ નગર ના માળી પરિવાર દ્વારા શ્રી મદ્ ભાગવત જ્ઞાન કથાનું એક જાહેર આયોજન કરવામાં આવેલ છે. કથા 23 - 02 - 2022 થી 1 - 03 - 2022 સુધી દરરોજ બપોરે 12 વાગ્યા થી પરમ ગૌભક્ત પરમ સાધ્વી વ્રજ કોકિલા દીદી કુસુમ શર્મા અને પરમ ગૌભક્ત સ્વામી શ્રી વંદનગીરીજી મહારાજ ના શ્રી મુખે શ્રી મદ્ ભાગવત જ્ઞાન કથા અમૃતવાણી નું રસપાન કરાવશે.