Post Views:
456
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૨૪
ઝાલોદ નગર નું બસ સ્ટેશન સમગ્ર ગુજરાતમાં આવક ની દ્રષ્ટિએ આગવું સ્થાન ધરાવે છે, અહીંયાં મુસાફરો ની બેગ ચોરાવા ની કે ખિસ્સા કાપવાના કેટલાય બનાવો બનેલ છે, સામાન્ય મજૂર વર્ગ બહારગામ થી મજૂરી કરી ને પૈસા કમાઈ ને આવતો હોય તો તેમના ખિસ્સા કપાઈ જાય છે અને તેને ખૂબ જ મુશ્કેલી નો સામનો કરવો પડે છે, બસ સ્ટેન્ડ પર મુસાફરો ની અવરજવર ખૂબ જ હોઈ બસ સ્ટેન્ડ મા એક પોલીસ પોઇન્ટ મુકાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે, બસ સ્ટેશન મા ઊભા રહેંતા ખાનગી વાહનો ના અંદર થી ટેપ, મોબાઇલ ચોરાઈ જાય છે,કેટલાક રોમિયો દ્વારા યુવતિ ઓ ને છેડતી ના બનાવો પણ બને છે આગામી તહેવારો ને નજર મા રાખી મુસાફરો તેમજ યુવતિ ઓ ની સલામતી માટે એક પોલિસ પોઇન્ટ કાયમ માટે મૂકવામાં આવે એવી લોકમાંગ ઉઠવા પામી છે