દાહોદ તેમજ લીમડી તાલુકામાંથી બે મોટરસાઈકલો ની ઉઠાંતરી
દાહોદ તા.૧૫
દાહોદ તેમજ લીમડી તાલુકામાંથી બે જગ્યાએથી બે મોટરસાઈકલો ઉઠાંતરી થયાનું જાણવા મળે છે.
મોટરસાઈકલ ચોરીનો પ્રથમ બનાવ દાહોદ શહેરની આશિર્વાદ હોસ્પીટલ આગળ બનાવ બનયો હતો જેમાં દાહોદ શહેરમાં ગોડી રોડ ખાતે લક્ષ્મી પાર્ક સોસાયટીમાં રહેતા જગદીશભાઈ મનસુખભાઈ જાદવે પોતાની મોટરસાઈકલ ગત તા.૧૩.૦૯.૨૦૧૯ ના રોજ આશિર્વાદ હોસ્પીટલ સામે લોક મારી પાર્ક કરી કોઈ કામ અર્થે ગયા હતા. આ દરમ્યાન તેઓની મોટરસાઈકલ કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી મોટરસાઈકલનું લોક તોડી ચોરી કરી લઈ જતાં આ સંબંધે જગદીશભાઈ મનસુખભાઈ જાદવે દાહોદ શહેર પોલિસ મથકે ફરિયાદ નોંધાવતા પોલિસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મોટરસાઈકલ ચોરીનો બીજા બનાવ ઝાલોદ તાલુકાના લીમડી ખાતે બનવા પામ્યો હતો જેમાં ઝાલોદ તાલુકાના સાબલી ગામે સડક ફળિયામાં રહેતા અનીલભાઈ કાન્તીલાલ બારીયા ગત તા.૨૯.૦૮.૨૦૧૯ના રોજ ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં ચાકલીયા રોડ ખાતે પોતાની મોટરસાઈકલ લોક મારી કોઈ કામ અર્થે ગયા હતા જ્યા તેઓની મોટરસાઈકલને કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી મોટરસાઈકલનું લોક તોડી ચોરી કરી લઈ નાસી જતા આ સંબંધે અનીલભાઈ કાન્તીલાલ બારીયાએ લીમડી પોલિસ મથકે ફરિયાદ નોંધાવતા પોલિસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.