દાહોદ એલ.સી.બી. પોલીસે દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ટોલનાકા પાસેથી અફીણના ઝિંડવાનો રૂા.૫૧,૯૩,૧૮૦ના જથ્થા સાથે ટ્રક ઝડપી પાડી : ચાલકની અટક

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૨૬

દાહોદ જિલ્લાના ભથવાડા ગામે હાઈવે રોડ પરથી દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે એક ટ્રકને ઝડપી પાડી તેની તલાસી લેતાં પોલીસ ચોંકી ઉઠી હતી. ટ્રકમાંથી બાજરી તથા પથ્થરની ભુક્કીના થેલાઓની આડમાં અફીણના ઝિંડવા (પોષ ડોડા)ની આંતરરાષ્ટ્રીય હેરોફેરી દરમ્યાન પોલીસે કુલ રૂા. ૫૧,૯૩,૧૮૦ના અફીણના ઝિંડવા તેમજ મોબાઈલ ફોન, ટ્રકની કિંમત મળી કુલ રૂા. ૮૭,૭૮,૪૪૦ના મુદ્દામાલ ઝડપી પાડી ચાલકની અટકાયત કરી છે.

દાહોદ જિલ્લામાં કેફી પદાર્થાેનું વાવેતર સહિત હેરાફેરી કરતો જિલ્લો એપી સેન્ટર બની રહેવા પામ્યું છે તેમ કહીએ તેમાં કોઈ અતિશ્યોક્તિ નહીં ગણાય કારણ કે, અગાઉ દાહોદ જિલ્લાના અનેક સ્થળોથી પોલીસે ગાંજાે તેમજ અફીણ જેવા નશીલા પદાર્થાેનો જથ્થો લાખ્ખો તેમજ કરોડોની કિંમતમાં ઝડપી પાડ્યો હતો ત્યારે આજનો આ વધુ એક બનાવને પગલે જિલ્લામાં જાણે હવે લોકો શોર્ટકટ રસ્તો અપનાવી રાતોરાત કરોડપતિ થવાના આશયે કેફી તેમજ નસીલા પદાર્થાેનું હવે આંતરરાષ્ટ્રીય લેવલે હેરાફેરી તેમજ ખેતી કરતાં હોવાનું જણાઈ રહ્યું છે. ગતરોજ દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ગામે દાહોદ – ગોધરા હાઈવે ઉપર મળેલ બાતમીના આધારે વોચ ગોઠવી ઉભા હતાં તે સમયે બાતમી દર્શાવેલ એક રાજસ્થાન પાસીંગની ટ્રક પસાર થતાંની સાથે પોલીસે તેને ચારેય તરફથી ઘેરી લઈ ટ્રકના ચાલક બદારામ ગોપારામ જાટ ચૌધરી (રહે.ડોલીયા, ડાંગીયાવાસ, તા. મંડોર, જિ. જાેધપુર, રાજસ્થાન) ની અટકાયત કરી હતી. પોલીસે ટ્રકની તલાસી લેતાં તેમાંથી બાજરી તથા પથ્થરની ભુક્કીના થેલાઓની આડમાં અફીણના ઝિંડવા (પોષ ડોડા) કુલ વજન૧૭૩૧.૦૬૦ કિ.ગ્રામ. કિંમત રૂા. ૫૧,૯૩,૧૮૦નો જથ્થો ઝઢપી પાડ્યો હતો તેમજ મોબાઈલ ફોન, ટ્રકની કિંમત વિગેરે મળી પોલીસે કુલ રૂા. ૮૭,૭૮,૪૪૦નો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડી ઉપરોક્ત ટ્રકના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!