દિલ્હીથી ગઠિયાએ સોફ્ટવેરની મદદથી એટીએમ હેક કર્યું : એટીએમ હેક કરી વડોદરામાં ૧૦ લાખની ચોરી કરાઈ

વડોદરા તા.૨૮
વડોદરાના માંજલપુર સાકાર એપાર્ટમેન્ટમાં આવેલા બેંક ઓફ મહારાષ્ટ્રના એટીએમમાંથી પોણા ત્રણ કલાકમાં ૩ ડેબીટ કાર્ડનો ઉપયોગ કરીને .૧૦ લાખ ચોરી લેનારી આંતરાજ્ય ટોળકીના પાંચ આરોપીઓની અમદાવાદ સાઇબર ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. આ ગુનામાં દિલ્હી બેઠેલો માસ્ટર માઈન્ડ વોન્ટેડ જાહેર કરાયો છે. માસ્ટર માઈન્ડ રાસબેરી પાઈ સોફ્ટવેરની મદદથી એટીએમ હેક કરી દિલ્હીથી જ એટીએમને ઓપરેટ કરતો અને ફોન પર પાંચેય આરોપીઓને સૂચના આપે એટલે તેઓ ૩ ડેબીટ કાર્ડથી રૂપીયા ઉપાડતા હતા. આ ટોળકીએ મણીનગરમાં એટીએમ મશીનના સર્વર સાથે ચેડાં કરીને .૮.૩૦ લાખ ઉપાડી લેતાં અમદાવાદ સાઇબર ક્રાઈમ બ્રાંચમાં ગુનો દાખલ થયો હતો. આરોપીઓ પાસેથી પોલીસે વડોદરાના એટીએમ ચોરીમાં ગયેલા રૂા.૧૦ લાખ કબજે કર્યાં છે. ટોળકીએ અઢી કલાકમાં ૨૫ ટ્રાન્જેક્શન કરીને રૂા.૮.૩૦ લાખ ઉપાડી લીધા હતાં. આરોપીઓએ રૂપીયા ઉપાડવા માટે એક્સીસ બેંક અને એસબીઆઈના કાર્ડનો ઉપયોગ કર્યો હતાં. આરોપીઓએ એટીએમના સર્વર સાથે ચેડા કરી મશીનનો એક્સેસ મેળવીને કોઈ પણ એકાઉન્ટમાં એન્ટ્રી ન થાય અને પૈસા વિડ્રો થઈ જાય તે રીતે સિસ્ટમ ગોઠવીને પૈસા ઉપાડીને છેતરપીંડી કરી હતી. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચે ટોળકીને પકડ્યા બાદ આ જ ટોળકીએ વડોદરામાં બેંક ઓફ મહારાષ્ટ્રના એટીએમમાં બેંક ઓફ મહારાષ્ટ્રની માંજલપુર શાખાના એટીએમમાં સોફ્ટવેર સાથે ચેડાં કરી ત્રણ થી ચાર ગઠિયાઓએ ૨૨ ફેબ્રુઆરી પોણા ત્રણ કલાકમાં ત્રણ જુદા જુદા એટીએમ કાર્ડનો ૬૧ વાર ઉપયોગ કરીને રૂા.૧૦ લાખની ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે આરોપીઓએ વડોદરામાં પણ એક્સીસ,પંજાબ નેશનલ બેંક અને એસબીઆઈના કાર્ડનો ઉપયોગ કર્યો હતો. આરોપીઓ પાસેથી ૧૫ મોબાઈલ, આઈ-૨૦ કાર, ટેક્નિકલ ડિવાઈઝ અને ૧૦ લાખ રોકડા મળીને કુલ ૧૩.૫૦ લાખ કબજે કર્યાં છે. આ ગુનામાં વોન્ટેડ આરોપી પ્રમોદકુમાર ઉર્ફે ક્રિષ્ણા (રહે.દિલ્હી) એ આરોપીઓને ટેક્નિકલ ગેઝેટ ડિવાઈઝ તેમજ એટીએમ કાર્ડ આપ્યાં હતાં. જેની મદદથી ઝડપાયેલા આરોપીઓ સંદિપસિંગ, અમૃતપાલસિંગ અને ગુરુદેવસિંગ એટીએમ મશીનમાં ટેક્નિકલ ગેઝેટ ડિવાઈઝ ફિટ કરી એટીએમ મશીન હેક કરવાનું અને એટીએમમાંથી પૈસા ઉપાડવાનું કામ કરતા હતા. જ્યારે નીલદિપ સોલંકી એટીએમમાંથી પૈસા ઉપાડવાનું તેમજ એટીએમ મશીન કઈ જગ્યાએ લગાવેલું છે તેની રેકી કરતો હતો. આરોપી રવિ સોલંકી એટીએમમાંથી પૈસા ઉપાડવાની સાથે ગાડી પ્રોવાઈડ કરવાનું કામ અને આરોપી સંદિપસિંગ રોકડ રકમ આંગડિયા મારફતે દિલ્હી મોકલી આપતો હર્તો રાસબરી પાઈનો ઉપયોગ કરી એટીએમ હેક કરતા હતા. આ સ્મોલ પીસી સાથે વીપીએન સેટ કરેલું હોય છે. એની ડેસ્ક જેવા સોફ્ટવેરથી દિલ્હી બેઠેલો આરોપી પ્રમોદકુમાર ઉર્ફે ક્રિષ્ણા બેંક ઓફ મહારાષ્ટ્રના એટીએમનો કંટ્રોલ મેળવ્યા બાદ આરોપીને ફોન પર ક્યારે કાર્ડ નાખી પૈસા ઉપાડવા તેની માહિતી આપતો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: