દાહોદ શહેરમાં બર બપોરે બંધ મકાનને નિશાન બનાવી સોના – ચાંદીના ઘરેણા તેમજ રોકડા રૂા. ૧.૬૫ લાખની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર
રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૦૧
દાહોદ શહેરમાં આવેલ પંકજ સોસાયટી ખાતે ભરબપોરે અજાણ્યા ચોર ઈસમોએ દ્વારા એક બંધ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રૂપિયા મળી કુલ રૂ ૧,૬૫,૨૦૦ ની મતાનો હાથફેરો કરી તસ્કરો નાસી જતા વિસ્તારમાં તસ્કરોનો ત્રાસને પગલે ફફડાટ સાથે ચકચાર મચી જવા પામ્યો હશે.
દાહોદ શહેરમાં આવેલ પંકજ સોસાયટી ખાતે રહેતા કાલિદાસ મગનલાલ પરમારના બંધ મકાનને ગતરોજ બપોરના ૨.૩૦ થી સાંજના ૫ વાગ્યાના સમયગાળા દરમ્યાન અજાણ્યા ચોર ઈસમોએ નિશાન બનાવ્યું હતું અને મકાનના પાછળના દરવાજાનો સેન્ટર લોક તોડી તસ્કરોએ મકાનમાં પ્રવેશ કર્યો હતો અને તિજાેરી તોડી તીજાેરીમાં મુકી રાખેલ સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા ૧,૬૫,૨૦૦ ની મત્તાની ચોરી કરી તસ્કરો અંધારાનો લાભ લઇ નાસી જતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
આ સંબંધે કાલિદાસ મગનલાલ પરમાર દ્વારા દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

