દાહોદ તાલુકા રામપુરા ગામે હાઈવે પર : રૂની ગાંસડીઓ ભરેલ ટ્રક અચાનક સળગી ઉઠતા ટ્રક સંપુર્ણ બળી જતા અંદાજે ૧ર થી ૧પ લાખનું નુકશાન
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.ર
દાહોદ તાલુકાના રામપુરા ગામે હાઈવે પર એન્જીનમાં લાગેલી આગના કારણે કંડલાથી રૂ ભરીને આવી રહેલ ટ્રક રૂ સાથે આખે આખી બળી જતા અંદાજે રૂા.૧ર થી ૧પ લાખનું નુકશાન થયું હતુ.
જાણવા મળ્યા મુજબ મધ્યપ્રદેશના નાસીરહુસેન રુસ્તમખાન પઠાણ નામનો ટ્રક ડ્રાયવર તેના કબ્જાની એમપી ૦૭૦૬ નંબરની મ.પ્ર.પાર્સીંગની વહેલી સવારે સાડા પાંચ વાગ્યાના સુમારે રૂ ભરેલ ટ્રક દાહોદ એન્જીનમાં આગ લાગી જતા ડ્રાયવરે ટ્રકને રોડની સાઈડમાં લઈ સમય સુચકતા વાપરી ટ્રકમાંથી ઉતરી પડ્યો હતો. અને દાહોદ ફાયર સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. આ દરમ્યાન ટ્રકમાં એન્જીનમા લાગેલ આગ પ્રસરી જતા ટ્રકમા ભરેલ રૂ પણ સળગતા આગ પ્રચંડ બની હતી. અને આખી ટ્રક આગની લપેટમાં આવી ગઈ હતી. આગની ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડના લાશ્કરો ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને આગ હોલવવાની કામગીરી હાથ ધરી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી આગ હોલવી નાખી પરંતુ આગમા રૂ સાથે સંપુર્ણ ટ્રક સાથે અંદાજે ૧ર થી ૧પ લાખનું નુકશાન થવા પામ્યું હતુ. પરંતુ નુકશાનનો સાચો આંકડો તો ટ્રક માલીક આવે ત્યાર પછી જ જાણવા મળી તેમ છે.

