ઝાલોદ નગરના બસસ્ટેશનમાં પાર્કિંગની સુવિધા ચાલુ કરાઈ

રિપોર્ટર : પંકજ પંડિત

ઝાલોદ તા.૦૨

ઝાલોદ નગર ના બસસ્ટેશનમાં ગુજરાત એસ. ટી. માન્ય બસ સ્ટેશન ખાતે પે એન્ડ પાર્કિંગ સુવિધા ચાલુ કરાઈ, છેલ્લા ઘણા સમય થી ઝાલોદ નગરમાં પાર્કિંગની સુવિધા નો અભાવ જોવા મળતો હતો, અક્ષર એજન્સી દ્વારા આ સુવિધા સરકાર માન્ય ધારાધોરણ પ્રમાણે ચાલુ કરવામાં આવેલ છે, સ્કૂટર, મોટર સાયકલ,રીક્ષા, ફોર વ્હીલર વાહનો પાર્ક કરવા માટે નું સી.સી.ટી.વી કેમેરા સહિત નું સુરક્ષિત પે એન્ડ પાર્કિંગ સુવિધા આજ રોજ થી ચાલુ કરવામાં આવી, આ સુવિધા ચાલુ થતાં ઝાલોદ નગર મા ટ્રાફિક ને લગતી સમસ્યા મા સુધારો જોવા મળશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: