દાહોદ જિલ્લામાં વેપારીઓએ ખાદ્યતેલ અને ખાદ્યતેલિબીયાનો સ્ટોક કેન્દ્રસરકાર દ્વારા નિયત કરેલી મર્યાદામાં જ રાખવાનો રહેશે
દાહોદ તા. ૩
દાહોદ જિલ્લામાં વેપારીઓએ ખાદ્યતેલ અને ખાદ્યતેલિબીયાનો સ્ટોક કેન્દ્રસરકાર દ્વારા નિયત કરેલી મર્યાદામાં જ રાખવાનો રહેશે. ભારત સરકારના અન્ન અને જાહેર વિતરણ દ્વારા ખાદ્યતેલ અને ખાદ્યતેલિબીયાની સંગ્રહખોરીના લીધે થઇ રહેલા કુત્રિમ ભાવવધારાને નિયંત્રિત કરવા માટે સ્ટોકલીમીટ દાખલ કરવામાં આવી છે.
જે મુજબ દાહોદ જિલ્લાના ખાદ્યતેલ તેમજ ખાદ્યતેલિબીયાના સ્ટેક હોલ્ડર્સે નિર્ધારિત જથ્થો જ રાખી શકશે અને તેનાથી વધુ જથ્થો હોય તો ભારત સરકારની વેબસાઇટ http://evegoils.nic.in/dosp/login પર રજીસ્ટર કરવા અને તેમની પાસેના સ્ટોકને મેટ્રીક ટનમાં અઠવાડિક ઉક્ત વેબસાઇટ પર જાહેર કરવાના રહેશે. જે કોઇ સ્ટેક હોલ્ડર જેવા કે રીફાઇનર, મીલર્સ, એકસટ્રેકટર, ઇમ્પોટર્સ, એકસ્પોર્ટસ, હોલસેલર્સ, રીટેલર્સે, ડિલર વગેરેએ ભારત સરકારના પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
સરકાર દ્વારા આગામી તા. ૩૦ જુન સુધી આ સ્ટોક મર્યાદા નિર્ધારિત કરવામાં આવી છે. જે અનુસાર રિટેલર્સ માટે ખાદ્યતેલ ૩૦ ક્વિન્ટલ તેમજ હોલસેલર્સ માટે ખાદ્યતેલ ૫૦૦ ક્વિન્ટલ તેમજ બલ્ક કન્ઝ્યુમર – બીગ ચેન રીટેલર્સ શોપસ માટે રીટેલ આઉટલેટ ખાતે ૩૦ ક્વિન્ટલ તેમજ ડેપો ખાતે ૧૦૦૦ ક્વિન્ટલ જથ્થો ૯૦ દિવસની ઓફસ્ટોરેજ કેપીસીટી મુજબ નક્કી કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ખાદ્યતેલિબીયા માટે રીટેલર્સ ૧૦૦ ક્વિન્ટલ, હોલસેલર્સ ૨૦૦૦ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યા છે. સ્ટેક હોલ્ડર્સે નિર્ધારિત સમયમર્યાદામાં સ્ટોક નિયત મર્યાદામાં લાવવાનો રહેશે. દાહોદના જિલ્લા પુરવઠા અધિકારીશ્રીએ એક યાદીમાં ઉક્ત માહિતી આપી છે.