મહુડીઝોલા વિસ્તારમાં ઈ – શ્રમ કાર્ડ લાભાર્થીઓને કાઢી આપવામાં આવ્યાં
દાહોદ તા.૦૪
તારીખ ૩.૩.૨૨ ના રોજ ગલાલીયાવાડ જિલ્લા પંચાયતમાં આવતાં મહુડીઝોલા (બૂથન ૫ )માં ઇ – શ્રમ કાર્ડ કાઢવા માટેની કામગીરી કરવામાં આવી જેમાં ગલાલિયાવાડના પ્રભારી અને તાલુકા બીજેપીના ઉપ પ્રમુખ નિલકંઠ ઠક્કરના નેતૃત્વમાં દાહોદ જિલ્લા મહિલા મોરચાના ઉપ પ્રમુખ મોનાલીશા બેન, બકક્ષીપંચ મોરચા દાહોદ તાલુકાના પ્રમુખ હિમાંશુ પંચાલ, રોહિત ડામોર, રૂમાલ ભાભોર વગેરે કાર્યકર્તાઓ ઉસ્થિત રહીને આશરે ૩૦ જેટલા લાભાર્થીઓને લાભ અપાવ્યો હતો.