અમદાવાદમાં પિયરમાં રહેતી પરણિતાને દાહોદના પતિ તથા સાસુ, સસરા દ્વારા દહેજની માંગણી કરી શારિરીક અને માનસીક ત્રાસ આપતાં પરણિતા દ્વારા દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૪
અમદાવાદ પિયરમાં રહેતી અને દાહોદ ખાતે લગ્ન કરેલ એક પરણિતાને તેના પતિ તથા સાસુ, સસરા દ્વારા મારઝુડ કરી, દહેજની માંગણી કરી શારિરીક અને માનસીક ત્રાસ આપતાં પરણિતાએ આ સંબંધે દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
અમદાવાદ પોતાના પિયરમાં રહેતી સ્વાતીબેન જશવિન્દરભાઈ ચૌહાણના લગ્ન આજથી સાત વર્ષ અગાઉ સમાજના રિત રિવાજ મુજબ દાહોદ શહેરના ખડ્ડા કોલોની ખાતે રહેતાં જશવિન્દરભાઈ જગદીશભાઈ ચૌહાણ સાથે થયાં હતાં. પરણિતા સ્વાતીબેનને પતિ દ્વારા બે વર્ષ સુધી સારૂં રાખ્યા બાદ પોત પ્રકાશ્યું હતું અને બેફામ ગાળો બોલી મારઝુડ કરી મારે તને રાખવી નથી તેમ કહી, સાસસા જગદીશભાઈ સજ્જનસિંહ ચૌહાણ અને સાસુ ભારતીબેન જગદીશભાઈ ચૌહાણ દ્વારા દહેજની માંગણી કરી અવાર નવાર દહેજની માંગણી કરી મ્હેણા ટોણા પરણિતાના પતિ જશવિન્દરભાઈને ચઢામણી કરતાં હતાં અને ત્રણેય જણા પરણિતાને બેફામ ગાળો બોલી, તું અમારા ઘરેથી નીકળી જા, તેમ કહી પરણિતા સ્વાતીબેનને પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મુકતા આ સંબંધે આવા અમાનુષી ત્રાસથી વાજ આવેલ પરણિતાએ દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

